ETV Bharat / state

ખેડાના કપડવંજ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ - amit shah

સમગ્ર ગુજરાત રાજ્યમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજના નેતૃત્વ હેઠળ રૂપિયા 7 કરોડના ખર્ચે 29 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં એક પ્લાન્ટ કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્થાપવામાં આવ્યો

xxx
ખેડાના કપડવંજ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
author img

By

Published : Jun 6, 2021, 12:01 PM IST

  • કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
  • વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું લોકાર્પણ
  • રાજ્યમાં રૂપિયા 7 કરોડના ખર્ચે 29 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાનું આયોજન

કપડવંજ : વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના દર્દીઓની સુવિધા માટે રાજ્યમાં 29 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત રૂપિયા 2 કરોડના ખર્ચે કપડવંજ સહિતના 9 પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું લોકાર્પણ

ઓક્સિજન પ્લાન્ટનું ભારતના ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. VYOના સંસ્થાપક અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો : VYO સંસ્થા દ્વારા રાજ્યમાં 9 ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાયા, કેન્દ્રિય ગૃહપ્રધાનના હસ્તે લોકાર્પણ

કલાકે 10 હજાર લીટર ક્ષમતા

આ ઓક્સિજન પ્લાન્ટ કલાકે 10 હજાર લીટર ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.જે કોરોનાના દર્દીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ અને ઉપયોગી સાબિત થશે. કપડવંજ જે.બી મહેતા હોસ્પિટલમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આ ઓક્સિજન પ્લાન્ટની મશીનરી આવતા તેને પ્રાંત ઓફિસર મીરાંતભાઈ પરીખ, મામલતદાર જે.એન.પટેલ,સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનુભાઈ ગઢવી,ડો.નીલ સથવારા,કિશન પરીખ અને કરણ સોલંકી વગેરે ઉપસ્થિત રહીને તેને વધાવી લઈને તેને ઇન્સ્ટોલ કરવા આયોજન કર્યું હતું.

ખેડાના કપડવંજ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

આ પણ વાંચો : વડોદરાના વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ગૃપ દ્વારા હોમ ક્વોરેન્ટાઇન દર્દીઓ માટે ટિફિન સેવા શરૂ કરાઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.