નડિયાદ ખાતે રામ મંદિરના નિર્માણ માટે નિધિ સમર્પણ સમિતિના જિલ્લા કાર્યાલયનું ઉદ્દઘાટન - Kheda
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રામ મંદિરના નિર્માણ નિધિ સમર્પણ સમિતિના જિલ્લા કાર્યાલયનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

- નડિયાદ ખાતે રામ મંદિરના નિર્માણ માટે નિધિ સમર્પણ સમિતિના જિલ્લા કાર્યાલયનો પ્રારંભ
- 15/01/21થી 28/02/21 દરમ્યાન અભિયાન ચલાવવામાં આવશે
- દેશના દરેક હિંદુને સમર્પણની ભાવના સાથે મંદિર નિર્માણ કાર્યમાં સહભાગી બનાવવાનો અભિયાનનો હેતુ
નડિયાદઃ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્ય માટે 15/01/21થી 28/02/21 દરમ્યાન ભગવાન શ્રીરામના મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ સમિતિ દ્વારા અભિયાન ચલાવવામાં આવશે. જેનો હેતુ દેશના દરેક હિંદુને સમર્પણની ભાવના સાથે મંદિર નિર્માણ કાર્યમાં સહભાગી બનાવવાનો છે. જે અંતર્ગત દરેક હિંદુ પરિવાર રૂ.10થી લઈ રૂ.100, રૂ.1000 ઉપરાંત પોતાની સમર્પણ નિધિથી સહયોગ કરશે. અભિયાનમાં વીએચપી, એબીવીપી, બીજેપી, બજરંગ દળ તથા દરેક મંડળો અને યુવાનો જોડાશે.

નડિયાદ ખાતે રામ મંદિરના નિર્માણ માટે નિધિ સમર્પણ સમિતિના જિલ્લા કાર્યાલયનું ઉદ્દઘાટન
નડિયાદ ખાતે આ અભિયાનના જિલ્લા કાર્યાલયનું વીએચપી કાર્યાલય ખાતે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વીએચપીના પ્રાંત અને જિલ્લા અગ્રણીઓ તેમજ આરએસએસના જિલ્લા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનમાં પ્રમુખ તરીકે ઈન્દ્રજીતસિંહ ઝાલા, ઉપ.પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ તથા કાર્યાલય પ્રમુખ તરીકે ધવલ બારોટને જવાબદારી સોંપવામાં આવી છે.

આ અભિયાન અંતર્ગત સમગ્ર ભારતમાં 110 કરોડ હિંદુ પરિવાર સુધી પહોંચવામાં આવશે. ભારતમાં નાનામાં નાના ગામના એક એક પરિવાર સુધી પહોંચી આ અભિયાન દુનિયાનું સૌથી મોટું અભિયાન બની રહેશે.