ETV Bharat / state

કોરોના મહામારીના માહોલમાં ફટકડાનો વેપાર બુઝાયો - Gujarat Corona News

કોરોના મહામારીને કારણે વેપાર ધંધાને માઠી અસર થઇ છે. તહેવારોની ઉજવણી પણ ફિક્કી પડી ગઈ છે. ત્યારે મહાપર્વ દિવાળી પર ફટાકડાનો વ્યાપાર જાણે બુઝાઈ ગયો છે. પરંતુ બજારમાં ખરીદી નહિવત જોવા મળશે.

મહામારીના માહોલમાં ફટકડાનો વેપાર બુઝાયો
મહામારીના માહોલમાં ફટકડાનો વેપાર બુઝાયો
author img

By

Published : Nov 8, 2020, 11:54 AM IST

  • દિવાળી પર્વ પર ફટાકડાના વેપારીઓ ચિંતિત
  • મહાપર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા હોવા છતાં દુકાનો પર સન્નાટો
  • કોરોના મહામારીને કારણે દરવર્ષ કરતા અડધો માલ ભર્યો હોવા છતાં વેપારીઓ ચિંતિત

ખેડા :કોરોના મહામારીને કારણે વેપાર ધંધાને માઠી અસર થઇ છે. તહેવારોની ઉજવણી પણ ફિક્કી પડી ગઈ છે. ત્યારે આવી રહેલા મહાપર્વ દિવાળી પર ફટાકડાનો વ્યાપાર જાણે બુઝાઈ ગયો છે. પરંતુ બજારમાં ઘરાકી નહિવત જોવા મળશે. તેવી આશંકાએ વેપારીઓ ધંધાને લઇને ચિંતિત બન્યા છે. જોકે દિવાળી નજીક હોવા છતાં બજારમાં કોઈ માહોલ જણાતો નથી. જે વ્યાપારીઓની ચિંતામાં વધારો કરે છે.કોરોના મહામારીએ વેપાર ધંધાને ભારે ફટકો માર્યો છે. મહામારીને કારણે કેટલાય ધંધા બંધ થયા છે. તો કેટલાય વેપારીઓએ નાછૂટકે ધંધો બદલવા મજબૂર બનવુ પડ્યું છે.

મહામારીના માહોલમાં ફટકડાનો વેપાર બુઝાયો મહામારીના માહોલમાં ફટકડાનો વેપાર બુઝાયો

તહેવારોની ઉજવણી ફિક્કી થતા તહેવાર આધારિત વેપાર ધંધા પણ મંદ થયા

દિવાળી પર્વ પર ફટાકડાનો ધંધો કરતા વેપારીઓ ભારે ચિંતિત બન્યા છે. વેપારીઓ ગ્રાહકોની વાટ જોતા સમય પસાર કરી રહ્યા છે. દુકાનો પર સન્નાટો જોવા મળી રહ્યો છે. દર વર્ષ કરતા આ વર્ષે અડધો જ માલ ભર્યો હોવાથી પહેલેથી જ ધંધો અડધો થયો છે. તેમાં જો ઘરાકી ન થાય તો નુકશાન સહન કરવું પડે તેવી સ્થિતિ હોવાનું જણાવી વેપારીઓ સારી ઘરાકી થાય તેવો આશાવાદ સેવી રહ્યા છે.

મહત્વનું છે કે, મહામારીમાં વેપાર ધંધામાં સર્વત્ર મંદીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. જેમ તેમ વેપાર ધંધા ચાલી રહ્યા છે, ત્યારે દિવાળી સારી જશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.