ETV Bharat / state

ખેડા પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો, બે આરોપીઓ ઝડપાયા - કપડવંજ હત્યા કેસ

ખેડા જિલ્લાના કપડવંજ ખાતે આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રેતીના ડમ્પરમાંથી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઇ કપડવંજ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

કપડવંજ પોલીસ
કપડવંજ પોલીસ
author img

By

Published : Jan 30, 2021, 1:06 PM IST

  • રેતીના ડમ્પરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો
  • પોલિસે બે આરોપીઓને ઝડપ્યા
  • ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલાયો

ખેડા: કપડવંજના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રેતીનાં ડમ્પરમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાબતે કપડવંજ ટાઉન પોલિસ દ્વારા ઉંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવતા મૃતક પુરુષના વાલી વારસ 24 કલાકની અંદર શોધી કાઢવામાં આવ્યા હતા.

પોલીસે બે આરોપીઓને ઝડપ્યા

હત્યાના મામલામાં મૃતકના પિતાની ફરિયાદ લઈને તેના મૂળ સુધી પહોંચી ગુનાને અંજામ આપનાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં પોલિસ દ્વારા ઝડપાયેલા આરોપીઓ દિલીપસિંહ રામ અવતાર ભૂમિહાર તેમજ રીતેશકુમાર અબધ મહતો સઘન પૂછપરછ કરતા બન્ને આરોપીઓએ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

હત્યા કરી રેતીના ડમ્પરમાં મૃતદેહ મૂકી દીધો

બંને આરોપીઓએ મળી મૃતક યુવાનને ઓઢવ ખાતેના રેતીના પ્લાન્ટમાંથી બહાર નીકળી જવાની બાબતમાં ઝઘડો થતાં મૂઢ માર મારી મોત નિપજાવી મૃતદેહને નેટમાં વિંટાળી રેતી ભરેલ ગાડીમાં લોડર મશીનથી મૂકી દીધો હતો. તે ગાડી કપડવંજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે રવાના કરતા 23 જાન્યુઆરીના રોજ મૃતદેહ મળી આવ્યો હતો.

ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલાયો

હત્યાના ગુનાના મૂળ સુધી પહોંચવા પોલીસ દ્વારા સતત ટીમવર્કથી કામ કરી ગણતરીના દિવસોમાં અજાણ્યા ઇસમની ઓળખ કરી તેની હત્યા કરનાર આરોપીને પકડી લઇ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.