ETV Bharat / state

ખેડામાં કારે બાઈકને ટક્કર મારતા બાઈકચાલક ફંગોળાઈને કેનાલમાં ગરકાવ

ખેડા જિલ્લાના ઠાસરા સેવાલિયા રોડ પર બાધરપુરા પાસે પૂરઝડપે આવેલી એક કારે બાઈકને ટક્કર મારી હતી. ટક્કર મારતા બાઈકચાલક યુવાન કેનાલમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયરબ્રિગેડે કેનાલમાંથી યુવાનની શોધખોળ શરૂ કરી છે. ઠાસરા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

ખેડામાં કારે બાઈકને ટક્કર મારતા બાઈકચાલક ફંગોળાઈને કેનાલમાં પડ્યો

author img

By

Published : Feb 8, 2021, 1:20 PM IST

  • ખેડા જિલ્લાના ઠાસરા સેવાલિયા રોડ પર કારે બાઈકચાલકને મારી ટક્કર
  • કારની ટક્કર વાગતા બાઈકચાલક યુવાન કેનાલમાં ગરકાવ થઈ ગયો
  • નડીયાદ ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવાનની શોધ શરૂ કરી

ખેડાઃ ઠાસરા તાલુકાના બાધરપુરા પાસે એક યુવક બાઈક પર આવી રહ્યો હતો. તે દરમિયાન પૂરઝડપે આવતી કારે આ યુવાનને અડફેટે લીધો હતો. આથી યુવાન ફંગોળાઈને બાજુની કેનાલમાં પડ્યો હતો. જ્યારે તેનું બાઈક પુલ પર જ રહી ગયું હતું. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળા મોટી સંખ્યામાં કેનાલ પર એકત્ર થઈ ગયા હતા. આ ઘટના અંગે જાણ કરવામાં આવતા ઠાસરા પોલીસ તેમ જ નડીયાદ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. નડીયાદ ફાયરબ્રિગેડની ટીમે કેનાલમાં દોરડા નાખી યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

નડીયાદ ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવાનની શોધ શરૂ કરી

બાઈકચાલક યુવાન મહીસાગરના બાલાસિનોરનો રહેવાસી

ફાયરબ્રિગેડની ટીમે શોધખોળ ચાલુ રાખી છે તેમ છતા હજી સુધી યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી. 25 વર્ષીય અસલમ વ્હોરા નામનો બાઈકચાલક યુવાન મહીસાગરના બાલાસિનોરનો રહેવાસી છે. તેવું પ્રાથમિક પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. બાઈક પર સવાર થઈ પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ઘટના સર્જાઈ હતી. ઘટના સંદર્ભે ઠાસરા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.