ખેડાઃ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ મળવાના મામલામાં કોરોના પોઝિટિવ દર્દી મૂળ કપડવંજ તાલુકાના છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તે અમદાવાદ ખાતે રહે છે અને 108માં પાયલોટ તરીકે ફરજ બજાવતા હોવાની તેમજ 22 માર્ચ પછી તે પોતાના વતન કે જિલ્લામાં આવ્યા ન હોવાની વિગતો જીલ્લા આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત થઈ છે. જેને પગલે હાલ જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નહીં હોવાની પૂર્તતા થઈ છે.
ખેડા જિલ્લામાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં હોવાની હકીકત વચ્ચે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ મળવાને લઈને ખળભળાટ મચી હતી. જે કોરોના પોઝિટિવ કેસ મળ્યો છે. તે પોઝિટિવ દર્દીનું મૂળ ગામ કપડવંજ પાસેનું દાણા ગામ છે. જે છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદમાં જ રહે છે. જ્યાં રહી તે 108માં અમદાવાદમાં પાઈલોટ તરીકે ફરજ બજાવે છે. વધુમાં તે દર્દી 22 માર્ચ બાદ વતનના ગામમાં કે ખેડા જિલ્લામાં આવ્યા ન હોવાની જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિગતો મળી છે.અમદાવાદ ખાતે 108 માં ફરજ બજાવતા હોવાથી તાવ,શરદી, ઉધરસના કોઈ લક્ષણો વિના આરોગ્ય ચકાસણી માટે તેમનું કોરોના રિપોર્ટ કરાવતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.જેને કારણે આ દર્દી હાલ બી.જે.મેડીકલ કોલેજ ખાતે સારવાર માટે દાખલ છે.
ખેડા જિલ્લામાં જે 19 લોકોના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા તે તમામ નેગેટિવ આવ્યા છે.જિલ્લામાં એક પણ કેસ પોઝિટિવ નથી.