- ગણેશ મંડળોમાં ઉત્સાહનો માહોલ
- ચાર ફૂટની મૂર્તિની સ્થાપના કરવાની મંજૂરી
- છેલ્લા દિવસોમાં મૂર્તિઓના વેચાણની અપેક્ષા
ખેડા: ગત વર્ષે કોરોનાને કારણે ગણેશ મહોત્સવની જાહેર ઉજવણી નહોતી કરવામાં આવી..આ વર્ષે કોરોના સંક્રમણ હળવું થતા ચાર ફૂટની મૂર્તિની સ્થાપના કરવા સાથે 200ની સંખ્યામાં એકત્ર થવાની છૂટછાટ આપવામાં આવી છે.જેને લઇ ગણેશ મહોત્સવની ઉજવણી કરવા મંડળોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કારીગરો દ્વારા મૂર્તિઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે
ગણેશ મહોત્સવની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે મૂર્તિ બનાવતા કારીગરો દ્વારા હાલ મૂર્તિઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.કારીગરો દ્વારા ચાર ફૂટની ગણેશ મૂર્તિ બનાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા નંબર વન નેતા, જૂઓ અપ્રૂવલ રેટિંગ લીસ્ટ
આ વર્ષે પણ મંદીનો માહોલ
કોરોનાને કારણે આ વર્ષે પણ ધંધામાં મંદીનો માહોલ હોવાનું કારીગરો જણાવી રહ્યા છે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચાર ફૂટની મૂર્તિની સ્થાપના કરવાની છૂટ આપવામાં આવી છે. જો કે સરકારે ચાર ફૂટની મૂર્તિની ગાઈડલાઈન જાહેર કરી હોઈ પહેલાના વર્ષોમાં એક ફૂટથી લઈ વીસ ફૂટ સુધીની મૂર્તિ બનાવતા હતા તે બનાવી નથી. માત્ર નાની મૂર્તિઓ જ બનાવી હોઈ પહેલેથી જ ધંધામાં 30 ટકાનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો : Corona update : છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 42,766 નવા કેસ નોંધાયા, 308 લોકોના મોત
છેલ્લા દિવસોમાં મૂર્તિઓના વેચાણની અપેક્ષા
મૂર્તિ બનાવતા કારીગરો જણાવી રહ્યા છે કે અત્યાર સુધી મૂર્તિનું ખાસ વેચાણ થયું નથી.ગણેશ મહોત્સવ ઉજવણીની આ વર્ષે છૂટ આપી હોઈ મંડળોમાં ઉત્સાહ જણાઈ રહ્યો છે.તેથી છેલ્લા દિવસોમાં મૂર્તિઓની ખરીદી થશે તેમ કારીગરો જણાવી રહ્યા છે.પહેલા મૂર્તિઓનું એડવાન્સ બુકીંગ થતું હતું તે હવે નહિવત થયું છે.