ખેડાઃ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેની અધ્યક્ષતામાં ગુરૂવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ખેડા જિલ્લામાં કોવિડ 19ની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકનું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે કોરોનાના 20 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 16 લોકો સ્વસ્થ થતા ડિસ્ચર્જ કરવામાં આવ્યા છે.
ખેડા કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 426
- કુલ સક્રિય કેસ - 138
- કુલ કોરોના ટેસ્ટ - 8417
- કુલ ડિસ્ચાર્જ - 234
- કુલ મૃત્યુ - 15
આ બેઠકમાં જિલ્લા કલેકટર આઇ. કે. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી. એસ. ગઢવી, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. દેવ, ડૉ. ઠાકર, સિવિલ સર્જન ડૉ. તૃપ્તીબેન તથા જિલ્લાના આરોગ્ય વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય કમિશનરે જિલ્લાની હોસ્પિટલો, તબીબી સ્ટાફ, ધન્વતરી રથ જેવી અગત્યની બાબતોની તલસ્પર્શી વિગતો મેળવી હતી, તેમજ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
ઉલ્લેખનીય છે કે, આરોગ્ય કમિશનરે બારકોશીયા રોડ પર ધન્વતરી રથની તેમજ એન. ડી. દેસાઇ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.