ETV Bharat / state

ખેડાના વિવાદાસ્પદ નેતા કેસરીસિંહની ભાજપે કાપી ટિકીટ, હવે AAPમાં જોડાયા પણ ટિકીટ મળશે તેની ગેરન્ટી નહીં - Aam Aadmi Party Gujarat

ખેડામાં માતર વિધાનસભા બેઠક (Matar Assembly Seat) પરથી ભાજપે કેસરીસિંહ સોલંકીને ટિકીટ ન આપતા તેઓ નારાજ જોવા મળ્યા હતા. ત્યારે હવે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. ત્યારે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ (AAP Leader Gopal Italia) પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું હતું.

ખેડાના વિવાદાસ્પદ નેતા કેસરીસિંહની ભાજપે કાપી ટિકીટ, હવે AAPમાં જોડાયા પણ ટિકીટ મળશે તેની ગેરન્ટી નહીં

author img

By

Published : Nov 12, 2022, 1:02 PM IST

ખેડા રાજ્યમાં ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા રાજકીય પક્ષોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ત્યારે હવે જિલ્લાની માતર વિધાનસભા બેઠક (Matar Assembly Seat) ઉપર 2 ટર્મથી ચૂંટાઈ આવતા ભાજપ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને (BJP Leader Kesarisinh Solanki joins AAP) ભાજપે આ વખતે ટિકીટ નથી આપી. ભાજપે જાહેર કરેલી યાદીમાં તેમણે પોતાનું નામ શોધ્યું પણ ન મળતાં હવે તેઓ નારાજ થયા છે. એટલે હવે તેઓ ભાજપથી છેડો ફાડી આપમાં જોડાઈ ગયા છે.

વિવિધ વિવાદોમાં સંડાવાયેલા ધારાસભ્ય

વિવિધ વિવાદોમાં સંડાવાયેલા ધારાસભ્ય ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી (Kheda Former BJP Leader Kesarisinh Solanki ) વિવિધ વિવાદોમાં સંકળાયલા રહ્યા છે. તેઓ ક્રોસ વોટિંગ તેમ જ જુગાર રમતા પકડાવાની ઘટના ત્યારબાદ નિર્દોષ છૂટકારો તેમ જ તેમના પિતાજી અને અન્ય વ્યક્તિ સાથેની મારપીટ આ બાબતોને લઈ તેઓ સતત વિવાદમાં રહ્યા છે. તેને લઈ તેમની ટિકિટ કપાઈ હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

ટિકીટ આપશે તો આપમાંથી ચુંટણી લડીશ: કેસરીસિંહ માતર વિધાનસભા બેઠક (Matar Assembly Seat) પરથી અન્ય ઉમેદવારને ટિકીટ ફાળવણીની જાહેરાત કરાતા તેમણે આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party Gujarat) જોડાવાનો નિર્ણય કર્યો હતો. તેઓ આમ આદમી પાર્ટી અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની (AAP Leader Gopal Italia) ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે, તેઓ હજી સત્તાવાર રીતે ભાજપમાંથી સોમવારના રોજ રાજીનામું આપશે તેવું તેમની સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું.

પાર્ટી નિર્ણય કરે તે મંજૂર તેમને ચૂંટણી લડવા બાબતે પૂછતા જણાવ્યું હતું કે, ટિકીટ આપશે તો હું ચુંટણી લડીશ તેમ જ આમ આદમી પાર્ટી દ્વારા જે નિર્ણય કરવામાં આવશે. તે મુજબ કામગીરી કરીશ. મહત્વપૂર્ણ છે કે, આમ આદમી પાર્ટી દ્વારા માતર વિધાનસભા બેઠક (Matar Assembly Seat) માટે મહિપતસિંહ ચૌહાણના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે તેમને ટિકીટ મળે છે કે કેમ તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.