ETV Bharat / state

Guava Utsav was Vadtaldham : વડતાલ ધામ ખાતે જામફળ ઉત્સવની ઉજવણી કરવામાં આવી - Celebration of Vadtaldham Festivals

વડતાલધામમાં સિઝન પ્રમાણે વિવિધ તહેવારો અને ઉત્સવોની ભાવભક્તિ પૂર્ણ (Celebration of Vadtaldham Festivals) ઉજવણી કરવામાં આવે છે. જે અનુસાર ગઈકાલે મંદિરમાં જામફળ ઉત્સવ (Guava Utsav was Vadtaldham) ઉજવાયો હતો.

Guava Utsav was Vadtaldham : વડતાલ ધામ ખાતે જામફળ ઉત્સવની ઉજવણી કરવામાં આવી

author img

By

Published : Feb 25, 2022, 10:50 AM IST

ખેડા : સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે જામફળ (Guava Utsav was Vadtaldham) ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે ગઈકાલે મંદિરમાં બિરાજમાન દેવોને 1000 કિલો જામફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

વડતાલ ધામ ખાતે જામફળ ઉત્સવની ઉજવણી કરવામાં આવી

દેવોને 1000 કિલો જામફળનો અન્નકૂટ ધરાવાયો

વડતાલધામમાં હરિકૃષ્ણ મહારાજ અને દેવોની પ્રસન્નાર્થે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની આજ્ઞાથી ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા દ્વિતી દેસાઈએ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણદેવ સહિત આદિ દેવ સમક્ષ 1000 કિલો જામફળનો અન્નકુટ (Guava Annakut in Vadtaldham) ધરાવાયો હતો. જેનો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચોઃ વડતાલધામ ખાતે આમ્રોત્સવ ઉજવાયો

અવનવા ઉત્સવ ઉજવે છે : ડો.સંત સ્વામી

વડતાલના મુખ્ય કોઠારી ડૉ.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી હરિને વડતાલ ખૂબ પ્રિય હતું. વડતાલમાં શ્રીહરિ પોતાના નિજ સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યું હતું. વિશ્વ વસતા પોતાના આશ્રિત માટે આચાર સંહિતા સમાન શિક્ષાપત્રી લખી છે. આચાર્યપદની સ્થાપના કરી છે.શ્રી હરિએ વડતાલ ધામના ચોકમાં ઉભા રહી કહ્યુ છે કે, જે કોઈ મનુષ્ય પ્રતિપૂર્ણિમાએ આ લક્ષ્મીનારાયણદેવ- શ્રી હરિકૃષ્ણ મહારાજના ભાવથી (Celebration of Vadtaldham Festivals) દર્શન કરશે તેના સર્વ મનોરથ પૂર્ણ કરશે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો શ્રીજી નો રાજીપો પ્રાપ્ત કરવા અવનવા ઉત્સવ ઉજવે છે.

આ પણ વાંચોઃ Sardhar Swaminarayan Mahotsav: રાજકોટના સરધાર ખાતે 200 વર્ષમાં ન ઉજવાયો હોય તેવો સ્વામિનારાયણ મહોત્સવ ઉજવાશે

જામફળના પ્રસાદનું વિવિધ આશ્રમોમાં વિતરણ કરાયુ

નડિયાદ, પીજ, કરમસદ, વિદ્યાનગર, આણંદ, ડાકોરમાં આવેલા ચરોતરના વિવિધ વૃદ્ધાશ્રમો, દિવ્યાંગ આશ્રમ, અનાથ આશ્રમ અને મહિલા આશ્રમમાં જામફળના પ્રસાદનું વ્યકિતઓને વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો પ્રસાદ લઇ સૌએ ધન્યતા અનુભવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.