ખેડા : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર મહામારી કોરોનાએ ભારતમાં પણ તેનો પગ પેસારો કર્યો છે. ત્યારે જિલ્લાના વડા તરીકેની જાગૃત જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે આજે જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા દરેક અધિકારી કર્મચારીનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને જરૂરિયાત હોય તો યોગ્ય તબીબી માર્ગદર્શન મળી રહે તે માટે તબીબી ચકાસણી કરાવવામાં આવી હતી.
જિલ્લા કલેકટર પટેલે જણાવ્યું હતું કે, જ્યારથી આ મહામારીએ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પગ પેસારો કર્યો છે, ત્યારથી મારી સાથે મારું વહીવટીતંત્ર પણ પ્રજાની સુખાકારી માટે સતત ૨૪ કલાક કામગીરી કરી રહ્યું છે.તેમના સ્વાસ્થ્યની જવાબદારી મારા ઉપર હોવાથી આ તબીબી ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેડા કલેક્ટર દ્વારા કલેક્ટર કચેરીના અધિકારી-કર્મચારીઓનું તબીબી પરિક્ષણ કરાવાયું - kheda covid 19 test
ખેડા જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે જિલ્લા કલેક્ટર કચેરીના ૧૭૫ જેટલા અધિકારીઓથી વૉચમેન સુધીની તમામ કર્મીઓના સ્વાસ્થ્યની તબીબી ચકાસણી કરાવવામાં આવી હતી.