- ડાકોરમાં ગોપાષ્ટમીની ઉજવણી કરાઈ
- ગાયોની પૂજા કરી મંદિર ફરતે પ્રદક્ષિણા કરાવાઈ
- ભગવાન રણછોડરાયજીએ ગોપાષ્ટમીના દિવસે ગૌચરણની શરૂઆત કરી હતી
ખેડા: યાત્રાધામ ડાકોરમાં પરંપરાગત રીતે પ્રતિવર્ષ ગોપાષ્ટમી પર્વ ઉજવવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ ગોપાષ્ટમીની ઉજવણી નિમિત્તે શ્રી રણછોડરાયજી મંદિરમાં ગાયોની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિર ગૌશાળાની તમામ ગાયોના ગળે ઘંટડી બાંધવામાં આવી હતી. તેમજ આ ગાયોને પ્રદક્ષિણા રૂપે મંદિર તરફના નગરના માર્ગો પર ફેરવવામાં આવી હતી. નગરના માર્ગો ગાયોની ઘંટડીના રણકારથી ગુંજી ઉઠ્યા હતા. ગોપાષ્ટમી પર્વે યાત્રાધામ ડાકોર ગોકુળિયું બન્યું હતું. આ પ્રસંગે ગાયોના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો અને નગરજનો ઉમટ્યા હતા.
![ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા ગોપાષ્ટમીની ઉજવણી કરાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-khd-01-gaupujan-av-gj10050_23112020153912_2311f_1606126152_88.jpg)