ડાકોર શ્રી રણછોડરાયજી મંદિર ખાતે ઉત્સાહ, ઉમંગ અને ભક્તિભાવ સાથે હાલ હિંડોળા મહોત્સવ ચાલી રહ્યો છે. હિંડોળા મહોત્સવમાં ઠાકોરજી માટે વિશેષ મોટો હિંડોળો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ભાવથી ભગવાનને હિંડોળે ઝુલાવવામાં આવી રહ્યા છે. હિંડોળા ઉત્સવ અંતર્ગત રોજે રોજ અનેકવિધ પ્રકારે સુંદર, નયનરમ્ય અને આકર્ષક હિંડોળા શણગારી ભગવાનને ઝૂલે ઝુલાવવામાં આવે છે.
મંગળવારના રોજ ડોલરની ચલણી નોટોથી બનાવવામાં આવેલા હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવવામાં આવ્યા હતા. જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મહત્વનું છે કે, વૈષ્ણવ સંપ્રદાયમાં હિંડોળાનું વિશેષ મહત્વ રહેલું છે. જેમાં વિવિધ પ્રકારે સુંદર હિંડોળા શણગારીને ભગવાનને ઝૂલે ઝુલાવી લાડ લડાવવામાં આવે છે.