- જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં થઈ રહેલો ચિંતાજનક વધારો
- પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલ કોરના સંક્રમિત
- ઠાસરા પ્રાંત અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ કોરોના સંક્રમિત
ખેડા : જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં દિવસેને દિવસે વિવિધ વિસ્તારોમાં વધતી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. નડિયાદ ખાતે પુર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલ કોરોના સંક્રમિત થયા છે. કોરોના સંક્રમિત થતા તેઓને અમદાવાદ ખાતે યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ભાવનગરમા જિલ્લા પંચાયતના કર્મચારીઓ કોરોના પોઝિટીવ
ઠાસરા પ્રાંત અધિકારી કોરોનાગ્રસ્ત
ઠાસરાના પ્રાંત અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ પણ કોરોનાગ્રસ્ત થયા છે. જેઓ હાલ હોમ ક્વોરન્ટાઇન છે. પ્રાંત અધિકારી સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દ્વારા પ્રાંત કચેરીને સેનેટાઈઝ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : નવસારીમાં કોરોનાના નવા 17 પોઝિટિવ કેસો નોંધાયા
સાત પોલીસ કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ
જિલ્લાના સેવાલિયા પોલીસ સ્ટેશનના સાત પોલીસ કર્મચારીઓના રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેઓને હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. તમામની તબિયત હાલ સ્થિર છે.