ETV Bharat / state

નડિયાદમાં કોવિડ-19ના નિયમોનું પાલન થાય તે માટે ફૂટ પેટ્રોલિંગ - Corona Updates

નડિયાદ શહેર સહિત ખેડા જીલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા વિવિધ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. જે અંતર્ગત પોલીસ તેમજ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ. જેમાં પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક પહેરવા સહિતની સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં કોવિડ-19ના નિયમોનું પાલન થાય છે કે કેમ? તેની ચકાસણી કરવામાં આવી હતી.

નડિયાદમાં કોવિડ-19ના નિયમોનું પાલન થાય તે માટે ફૂટ પેટ્રોલિંગ

author img

By

Published : Mar 26, 2021, 1:53 PM IST

Updated : Mar 26, 2021, 6:37 PM IST

  • શહેર સહિત જીલ્લામાં કેસોમાં ચિંતાજનક વધારો
  • કોરોના નિયમોના પાલનમાં લોકોની બેદરકારી
  • શહેર-જિલ્લામાં નિયમોનો ચુસ્તપણે અમલ કરવાશે

નડિયાદ: વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને શહેરમાં કોવિડ-19 ના નિયમોનું પાલન થાય તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત શહેરના કિડની હોસ્પિટલથી લઈ વાણિયાવાડ કોલેજ રોડ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં કોવિડ-19ના નિયમોના પાલન અંગેની ચકાસણી કરવામાં આવી હતી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા માટે શહેરીજનો અને વેપારીઓને સૂચના આપવામાં આવી હતી.

નડિયાદમાં કોવિડ-19ના નિયમોનું પાલન થાય તે માટે ફૂટ પેટ્રોલિંગ

શહેર સહિત જીલ્લામાં પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો

ખેડા જીલ્લામાં કોરોનાનાં વધુ 27 કેસ નોંધાતા જીલ્લામાં કુલ કેસની સંખ્યા 3,744 પર પહોંચી છે. જિલ્લામાં એક્ટિવ દર્દીઓનો આંક 97 પર પહોંચ્યો છે. જેમાં 65 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 7 દર્દીઓમાંથી 2 દર્દી બાયપેપ અને 1 દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે. જીલ્લામાં ગુરુવારે નવા નોંધાયેલા 27 કેસમાં નડિયાદનાં 18 કેસનો સમાવેશ થાય છે.

કોરોના નિયમોના પાલનમાં લોકોની બેદરકારી

સતત વધી રહેલા કેસ પાછળનું કારણ નિયમ પાલનમાં લોકોની ગંભીર બેદરકારી છે. તંત્ર દ્વારા સતત અપીલ અને કાર્યવાહી છતાં માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સના પાલનનો ઠેર ઠેર ભંગ થતો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે નિયમ પાલનમાં લોકોની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. જેથી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોવિડ નિયમોનું પાલન કરાવવા માટે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.

તંત્ર બન્યું સજ્જ

દર્દીઓની વધતી સંખ્યાને લઈને તંત્ર દ્વારા જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલ સેમ્પલની સંખ્યા વધારીને રોજના 1,500 સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા નિયત કરાયેલી કોવિડ હોસ્પિટલ ઉપરાંત 14 ખાનગી હોસ્પિટલોને 160 બેડમાં દર્દીઓને દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

Last Updated : Mar 26, 2021, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.