ETV Bharat / state

Fire in private bus: નડિયાદ એક્સપ્રેસ હાઇવે પર બસમાં આગ, 35 મુસાફરો હતાં સવાર

નડિયાદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે(Ahmedabad Vadodara Express Highway)પર ખાનગી બસમાં આગ લાગતા(Fire in private bus) ભાગદોડ મચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો. સમયસર બસમાંથી બહાર નીકળી જતા 35 લોકોનો આબાદ બચાવ થયો હતો. આગને પગલે એક કલાક માટે હાઈવે પરનો વાહન વ્યવહાર રોકવામાં આવ્યો હતો.

Fire in private bus: નડિયાદ નજીક એક્સપ્રેસ હાઇવે પર ખાનગી બસમાં આગ, 35 મુસાફરોનો આબાદ બચાવ

author img

By

Published : Mar 7, 2022, 4:45 PM IST

ખેડાઃ નડિયાદ નજીક રવિવારની મોડી રાત્રે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે (Ahmedabad Vadodara Express Highway)પરથી પસાર થઈ રહેલી એક ખાનગી બસમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી.બસમાં આગ લાગતા દોડધામ મચી હતી. આ ઘટના અંગે નડિયાદ ફાયર બ્રિગેડને (Nadiad Fire Brigade)જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે (Fire in private bus)પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગમાં બસ બળીને ખાક થઈ જવા પામી હતી.

ખાનગી બસમાં આગ

સમય સૂચકતાને પગલે મુસાફરોનો આબાદ બચાવ

બસ અમદાવાદથી મુંબઇ જઈ રહી હતી. તે દરમિયાન નડિયાદથી 3 કિ.મી પહેલા બસમાં આગ લાગી હતી. આગ લાગતા ડ્રાયવર અને કંડક્ટર સળગતી બસમાં પ્રવાસીઓને મુકીને ભાગી ગયા હતાં. બસમાં 35 જેટલા મુસાફરો સવાર હતાં. સમય સૂચકતાથી તમામ પ્રવાાસીના જીવ બચાવીને સુરક્ષિત બસના દરવાજે તેમજ બારીએથી બસમાંથી બહાર નિકળી ગયા હતાં. સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ પ્રવાસીને ઈજા પહોંચી નથી. જો કે બસમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ Fire in Ahmedabad : ખોખરામાં ભજીયા હાઉસમાં લાગી ભીષણ આગ, 8 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

એક કલાક માટે હાઈવે પરનો વાહન વ્યવહાર રોકવામાં આવ્યો

બસમાં આગ લાગતા જ હાઈવે પેટ્રોલિંગ દ્વારા અમદાવાદથી વડોદરા તરફ જતો માર્ગ 1 કલાક સુધી બંધ કરાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ તેમજ પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક અનુમાન મુજબ બસમાં શોટસર્કીટ થવાથી આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ Fire In Gujarat 2022 : બસમાં આગ લાગવાના આટલા બધા બનાવ કેમ બને છે? તાજેતરમાં આગ લાગવાની 4 ઘટનાઓ જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.