લોકસેવક રવિશંકર મહારાજ દ્વારા ૧લી મે 1960એ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. પોતાની તમામ મિલકત દેશસેવામાં આપી સમાજ સેવા અને દેશ સેવાના મંત્રને જીવનમાં ઉતારનાર રવિશંકર મહારાજે ગાંધીજીના વિચારોથી પ્રેરિત થઈ પોતાનું જીવન નિસ્વાર્થ ભાવે સમાજ સેવામાં વ્યતિત કર્યું હતું. મહાગુજરાત ચળવળના પ્રણેતા અને ગુજરાત રાજ્યની સ્થાપનામાં જેમનો સિંહફાળો છે તેવા રવિશંકર મહારાજની સમાજસેવા લોકજીવનમાં આદર્શ છે.
મહારાજનું વતન ખેડા જીલ્લામાં આવેલું સરસવણી ગામ છે. જ્યાં તેમનું ઘર કે જે તેમણે શાળા માટે આપ્યું હતું. જે ગામમાં નવીન શાળા બનતા હાલ ત્યાં મહારાજનું સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું છે. જેમાં તેમની તસવીરો તેમજ વસ્ત્રો સહિતની વિવિધ વસ્તુઓ લોકોના દર્શનાર્થે રાખવામાં આવી છે.