ETV Bharat / state

ખેડામાં જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઇ

author img

By

Published : Aug 7, 2020, 8:20 PM IST

ખેડા જિલ્‍લા કક્ષાનો 71મો વન મહોત્‍સવ વિધાનસભાના મુખ્‍ય દંડક અને નડિયાદ મત વિસ્‍તારના ધારાસભ્ય પંકજભાઇ દેસાઇના અધ્યક્ષ સ્‍થાને શુભારંભ કરવામાં આવ્‍યો છે.કાર્યક્રમ કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્‍તપણે પાલન થાય તે રીતે યોજવામાં આવ્‍યો હતો.

વન મહોત્સવની ઉજવણી
વન મહોત્સવની ઉજવણી

નડીયાદ:​ જિલ્લા દંડકે જણાવ્‍યું હતું કે, ખેડા જિલ્‍લામાં વધુને વધુ વૃક્ષો વાવીએ, વૃક્ષો માનવજીવન અને પર્યાવરણ માટે ખુબજ ઉપયોગી તેમજ ખુબ જ જરૂરી છે. ખેડા જિલ્‍લો હરીયાળો જિલ્‍લો થાય તે માટે સૌએ સાથે મળીને વધુને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાનું છે.

વન મહોત્સવની ઉજવણી
વન મહોત્સવની ઉજવણી

આ પ્રસંગે તેઓએ જણાવ્‍યું હતું કે, હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ખેડા જિલ્‍લાના નાગરિકોએ સોશિયલ ડિસ્‍ટન્‍સ, માસ્‍ક તેમજ સેનીટાઇઝેશનનો ઉપયોગ કરવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, જિલ્‍લાની ટીમ તથા રાજય સરકાર દ્વારા જિલ્લાના નાગરિકોની સુખાકારી માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે પ્રજાએ પણ તેમનો સહકાર આપી આ જંગ જીતવાનો છે.

​​​​પર્યાવરણનો હેતુ જળવાઇ રહે તે માટે દર વર્ષે વન વિભાગ અને નડિયાદ સો. મીલ એસોસિયેશન દ્વારા મફત રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. ખેડા જિલ્‍લામાં ચાલુ વર્ષે 75 જેટલી નર્સરીમાં 36 લાખ જેટલા રોપાઓનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ રોપાઓનો ઉછેર જિલ્‍લાના ખેડૂત મિત્રો, વિવિધ સંસ્‍થાઓ, સ્‍કૂલ તેમજ કેમ્પસમાં કરવામાં આવનાર છે. જેથી પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ થવાય અને જિલ્‍લામાં ગ્રીનેરી વધે.

વન મહોત્સવની ઉજવણી
વન મહોત્સવની ઉજવણી
​​વન મહોત્‍સવની કામગીરી દરમિયાન જુદી-જુદી ખાતાકીય નર્સરીઓમાં તથા વ્‍યકિતગત લાભાર્થીઓની નર્સરીમાં (ડી.સી.પી. નર્સરી/એસ.એચ.જી.નર્સરી) જુદી-જુદી પોલીથીન બેગ સાઇઝમાં સ્‍થાનિક લોકોની જરૂરીયાત મુજબના જુદી-જુદી જાતના રોપાઓ ઉછેરવામાં આવે છે. જેમાં સરકારના ધારાધોરણ મુજબ મુલ્‍યથી તેમજ વિના મુલ્‍યે રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. ચાલુ સાલે ખાતાકીય વન મહોત્‍સવ હેઠળ 24.80 લાખ તેમજ વ્‍યકિતગત લાભાર્થીને યોજના હેઠળ ડી.સી.પી. નર્સરી તેમજ એસ.એચ.જી ગ્રૃપ નર્સરીમાં 11.50 લાખ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે.

નર્સરીઓમાં પર આંબા, આમળા, અરડુસા, અર્જુનસાદડ, આસોપાલવ, બીલી, બોરસલ્‍લી, દેશીબાવળ, જાંબુ, કણજી, કોઠી, નીલગીરી, પેલ્‍ટોફોર્મ, રેઇન ટ્રી, સાદડ, સરગવો, સીતાફળ, સેવન, વાંસ, પલપલીયા, ઉમરો, તુલસી સુશોભન અંગેના ફુલછોડ તેમજ વિવિધ જાતના સ્‍થાનીક જરૂરીયાત મુજબના રોપાઓનો તેમજ આર્યુવેદીક રોપાઓનો ઉછેર કરવામાં આવે છે.

​​ચાલુ વર્ષે કોરોના વાઇરસના સંક્રમણના કારણે ફેલાયેલ રોગચાળા સામે લોકોની રોગ પ્રતિકારક શકિત વધે તે હેતુથી વન વિભાગ દ્વારા તુલસીના 3.50 લાખ જેટલા રોપાઓનું પણ વિતરણ કરવામાં આવનાર છે. આ રોપાઓનું શહેરી તેમજ ગ્રામીણ વિસ્‍તારોમાં વૃક્ષરથ દ્વારા પણ રોપાઓનું વિના મુલ્‍યે વિતરણ કરવામાં આવે છે.

​​વન વિભાગ દ્વારા લોકોને વૃક્ષ પ્રત્‍યે જાગૃતિ લાવવા તેમજ આર્થિક રીતે પગભર થઇ શકે તે હેતુથી વ્‍યકિતગત લાભાર્થી યોજના હેઠળ નર્સરીઓની ફાળવણી કરી રોપાઓ ઉછેરવામાં આવે છે. આવી કુલ 60 નર્સરીઓમાં 11.50 લાખ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે. જેનું જે તે લાભાર્થી દ્વારા તેમની કક્ષાએ રોપ વિતરણ કરવામાં આવનાર છે.

નડિયાદ સો. મીલ એસોસિયેશન દ્વારા 6 કેન્‍દ્રો પરથી દર વર્ષે લગભગ 2 લાખ જેટલા રોપાઓનું વિના મુલ્‍યે વિતરણ કરવામાં આવે છે. નડિયાદ સો મીલ એસોસિયેશન દ્વારા છેલ્‍લા 25 વર્ષથી વિના મૂલ્‍યે રોપાઓના વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે. છેલ્‍લા કેટલાક વર્ષોથી એગ્રો ફોરેસ્‍ટ્રી તેમજ ફાર્મ ફોરેસ્‍ટ્રીનો અભિગમ વધ્યો છે. આપણા ખેડા જિલ્‍લામાં પ્રતિ હેકટરે 50 થી વધુ વૃક્ષો આવેલા છે.

કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન પદે ખેડા જિલ્‍લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ખેડા જિલ્‍લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જૂનસીંહ ચૌહાણ, અધિક અગ્ર મુખ્‍ય વન સંરક્ષક, વિકાસ અને વ્‍યવસ્‍થા, ગાંધીનગરના યુ.ડી.સીંગ, આઇએફએસ, જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, અધિક નિવાસી કલેકટર રમેશ મેરજા સહિત જિલ્‍લાના અગ્રણીઓ અને ઉચ્‍ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.