નડિયાદ ખાતે મહાદેવ સેવા મંડળ દ્વારા નબળી આર્થિક સ્થિતિ ધરાવતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સેવા મંડળના પ્રમુખ સહીત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ધોરણ 5 થી 10માં ભણતા સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં નોટબુકનુ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટ્ય બાદ કરવામા આવી હતી.
મહત્વનું છે કે, સેવા મંડળ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સમાજનું અને પરિવારનુ નામ રોશન કરીને આગળ આવવા માંગતા વિદ્યાર્થીઓને મદદ કરવાનુ પ્રેરણારૂપ કામ કરી રહ્યા છે.