ETV Bharat / state

ખેડામાં કેનાલમાં પાણી છોડી કૃષિ પાકને પિયત કરવાની માગ કરાઈ

ખેડાઃ જિલ્લાના ઠાસરા, ગળતેશ્વર અને કપડવંજ સહિતના તાલુકાઓમાં પિયતની મુશ્કેલીને કારણે વાવેતર ઘટ્યું છે. જેને લઈ જિલ્લામાં ઉનાળુ વાવેતરનો આંકડો ઘટ્યો છે. સિંચાઇ માટે કેનાલની સુવિધા તો ઉપલબ્ધ છે, પણ કેનાલમાં પાણી નથી. ત્યારે કેનાલમાં પાણી છોડવા માંગ કરવામાં આવી રહી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 1, 2019, 6:27 AM IST

ખેડા જિલ્લાના ઠાસરા,ગળતેશ્વર અને કપડવંજ સહિતના તાલુકાઓમાં ગરમીની શરૂઆત સાથે જ પિયતની પણ મુશ્કેલી શરૂ થઇ છે. આ વિસ્તારોમાં કેનાલો તો છે, પણ તેમાં પાણી નથી. છેલ્લા કેટલાક સમયથી કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. જેને લઇ કેનાલો કોરીકટ બની છે.

પિયત પાણી આપી ઉગારવા કરી માગ
પાણીના અભાવે કિસાનો લાચાર બન્યા છે તેઓ પાક લઇ શક્યા નથી. કેનાલમાં પાણીના અભાવે કેનાલ પર જ આવેલા ખેતરો સૂકા ભઠ્ઠ દેખાઈ રહ્યા છે. કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવાને કારણે આ વિસ્તારોમાં ઉનાળુ પાક લઈ શકાયો નથી.જેના કારણે જિલ્લામાં વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં સિંચાઇના અભાવે દસ હજાર હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર ઘટ્યું છે. ત્યારે જો હજુ કેનાલમાં પાણી છોડવામાં આવે તો પશુઓ માટે ઘાસ ચારો કરી શકાય તે માટે કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

Intro:ખેડા જીલ્લાના ઠાસરા,ગળતેશ્વર અને કપડવંજ સહિતના તાલુકાઓમાં પિયતની મુશ્કેલી ને કારણે વાવેતર ઘટ્યું છે.જેને લઈ
જિલ્લામાં ઉનાળુ વાવેતરનો આંકડો ઘટવા પામ્યો છે.સિંચાઇ માટે કેનાલની સુવિધા તો ઉપલબ્ધ છે પણ કેનાલમાં પાણી નથી.ત્યારે કેનાલમાં પાણી છોડવા માંગ કરવામાં આવી રહી છે.

Body:ખેડા જિલ્લાના ઠાસરા,ગળતેશ્વર અને કપડવંજ સહિતના તાલુકાઓમાં ગરમીની શરૂઆત સાથે જ પિયતની પણ મુશ્કેલી શરૂ થઇ છે.આ વિસ્તારોમાં કેનાલો તો છે પણ તેમાં પાણી નથી.છેલ્લા કેટલાક સમયથી કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. જેને લઇ કેનાલો કોરીકટ બની છે પાણીના અભાવે કિસાનો લાચાર બન્યા છે.તેઓ પાક લઇ શક્યા નથી. કેનાલમાં પાણીના અભાવે કેનાલ પર જ આવેલા ખેતરો સૂકા ભઠ્ઠ દેખાઈ રહ્યા છે.કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવાને કારણે આ વિસ્તારોમાં ઉનાળુ પાક લઈ શકાયો નથી.જેના કારણે જિલ્લામાં વાવેતરમાં ઘટાડો નોંધાયો છે.જિલ્લામાં સિંચાઇના અભાવે દસ હજાર હેકટરમાં ઉનાળુ પાક નું વાવેતર ઘટ્યું છે.ત્યારે જો હજુ કેનાલમાં પાણી છોડવામાં આવે તો પશુઓ માટે ઘાસ ચારો કરી શકાય તે માટે કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
બાઈટ: નૈનેશ ભાઈ,ખેડૂત

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.