ETV Bharat / state

યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરના રાધા કુંડમાં 8થી 10 કાચબાના મોત - Radha Kund of Dakor Ranchodji temple

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવેલા રણછોડરાયજી મંદિરના રાધાકુંડમાં અચાનક કાચબાના મોત થવાની ઘટના બની રહી છે. જે બાબતે સામાજિક કાર્યકરે ધ્યાન દોરતાં વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Dakor Ranchodji temple
Dakor Ranchodji temple
author img

By

Published : May 12, 2021, 10:18 PM IST

  • છેલ્લા કેટલાક સમયથી કાચબાના મોત થવાની ઘટના
  • અત્યાર સુધીમાં 8 થી 10 કાચબાના મોત
  • વન વિભાગ દ્વારા હાથ ધરાઈ તપાસ

ખેડા : યાત્રાધામ ડાકોર ખાતે આવેલા રાધા કુંડમાં છેલ્લા કેટલાક સમયથી ભેદી રીતે એક પછી એક કાચબાના મોત નિપજી રહ્યા છે.અત્યાર સુધી 8 થી 10 જેટલા કાચબાના મોત થયા છે.

યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરના રાધા કુંડમાં 8થી 10 કાચબાના મોત

વન વિભાગે હાથ ધરી તપાસ

એક બાદ એક કાચબાન મોતને લઈ એક સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા ખેડા વન વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેને લઈ વન વિભાગ દ્વારા રાધાકુંડ ખાતે તપાસ કરી મૃત કાચબાનું પોસ્ટમોર્ટમ કરાવાયું હતું.

Dakor Ranchodji temple
રાધાકુંડમાં કાચબા સહિતના જળચરોનું રહેઠાણ

આ પણ વાંચો - વડોદરા: કમલાનગર તળાવમાંથી 31 કાચબા મૃત હાલતમાં મળી આવ્યા

કાચબાના કુદરતી મોત થયા હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ

વન વિભાગ દ્વારા કરાવાયેલા મૃત કાચબાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કુદરતી રીતે મોત થયું હોવાનું જણાયું છે. આ અંગે વન વિભાગના RFO( રેન્જ ફોરેસ્ટ ઓફિસર) વિજય પટેલે જણાવ્યું હતું કે, અમે ડાકોર વેટરનરી ઓફિસર પાસે પોસ્ટમોર્ટન કરાવ્યું છે. જેમાં કુદરતી મૃત્યુ સિવાય અન્ય કોઈ કારણ જણાયુ નથી. અમે રાધાકુંડ ખાતે રહેતા સ્વામીને કુંડમાં સાફ સફાઈ અને આવો કોઈ બનાવ બને તો વન વિભાગને જાણ કરવા અને કુંડમાં પાણી ચોખ્ખું રહે, તે માટે સૂચનાઓ આપેલી છે.

Dakor Ranchodji temple
છેલ્લા કેટલાક સમયથી કાચબાના મોત થવાની ઘટના

આ પણ વાંચો - સુરતમાં ઓલિવ રીડલી જાતિના મહાકાય દરિયાઈ કાચબાનું રેસ્ક્યુ કરાયું

ડાકોર ખાતે આવેલા રાધાકુંડ એ રણછોડરાયજી મંદિરની ધરોહર સમાન છે. પૌરાણિક માન્યતા પ્રમાણે આ કુંડનો રાધાજી તેમજ ગોપીઓ દ્વારા ન્હાવા માટે ઉપયોગ થતો હતો. કુંડની ઉંડાઇ આશરે પંદરથી સોળ ફૂટ છે. આ કુંડમાં ભાવિક ભક્તો જે પગપાળા આવતા હતા, તે સ્નાન કરીને પવિત્ર થતા હતા. હાલ આ કુંડનો આ બાબતે ઉપયોગ થતો નથી. આ કુંડમાં અત્યારે મોટી સંખ્યામાં કાચબા અને માછલી સહિતના જળચરો રહે છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કુદરતી મોત થયું હોવાનું સામે આવ્યા છતાં કુંડના ગંદા પાણીને કારણે કાચબાના મોત થયા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે, ત્યારે એક બાદ એક કાચબાના મોત થતા જીવદયા પ્રેમીઓ અને ભાવિકો ચિંતિત બન્યા છે.

આ પણ વાંચો - વડોદરા શહેરમાં ગોંધી રાખેલા કુલ 21 પોપટ અને 6 કાચબાને મુક્ત કરાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.