ખેડા: કઠલાલ તાલુકાના હિંમતપુરા (himatpura kathlal kheda)ગામના 4 યુવકો ધુળેટી પર્વે મહીસાગર નદીમાં ન્હાવા જતાં ડૂબી (Death By Drowning In Kheda) જવાની કરૂણ ઘટના બની હતી. આજે ગામમાં અંતિમ સંસ્કાર માટે એકસાથે 4 અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું. એક સાથે 4 યુવકોના મોત (Death by drowning in Gujarat)ને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.
મહીસાગર નદીમાં ન્હાવા ગયાં હતાં- ઉલ્લેખનીય છે કે, કઠલાલ તાલુકાના હિંમતપુરા ગામમાં ગઈકાલે ચારે મિત્રો ધુળેટી રમ્યા બાદ વણાંકબોરીની મહીસાગર નદી (wanakbori mahisagar river)માં ન્હાવા માટે ગયા હતા.જ્યાં 4 યુવકોના નદીમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યા હતા. યુવકોના મોતના સમાચાર ગામમાં ફેલાતા સમગ્ર ગામમાં શોકનુ મોજું ફરી વળ્યું હતું.
આ પણ વાંચો: Kheda Highway Accident: ખેડા હાઇવે પર અકસ્માતમાં ચાર યુવાનોના કરૂણ મોત
એકસાથે 4 યુવકોની અંતિમયાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું- આજરોજ ચારેય યુવકોની હિંમતપુરા ગામમાં અંતિમયાત્રા (Funeral In himatpura kheda) નીકળી હતી. ગામના 4 મિત્રોની એક સાથે અંતિમ યાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું. પરિવારોના આક્રંદથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. મૃતક યુવકો મેહુલ ઈશ્વરભાઈ જોષી, રણછોડભાઈ વિનુભાઈ રાઠોડ, વિશાલ બાબુભાઇ રાઠોડ, પિન્ટુ રણછોડભાઈ પરમારની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
આ પણ વાંચો: Kheda Mahudha murder case: બેવડી હત્યા કરનાર આરોપીને નડિયાદ કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારી
ધુળેટીએ નદી તળાવો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માંગ- રંગોના પર્વ ધુળેટી (Dhuleti Festival 2022) પર કરૂણાતિકા સર્જાતા હોળી ધુળેટીના પર્વ સમયે તંત્ર દ્વારા સતર્કતા દાખવી પહેલેથી જ આવા નદી કિનારા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાય તો આવા કરુણ બનાવો બનતા અટકે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.