ખેડા: ડાકોરનો રૂટ અમદાવાદ તેમજ ખેડા જિલ્લાના પ્રશાસનમાં આવે છે. જેથી આ રૂટ પર તેઓ સતત સ્વચ્છતાનું ધ્યાન રાખે છે. આ પદયાત્રા દરમિયાન આસપાસના ગામની ગ્રામ પંચાયત દ્વારા અમદાવાદ જિલ્લા પ્રશાસન તેમજ ખેડા જિલ્લા પ્રશાસન દ્વારા રૂટ પર સતત સાફ સફાઈ કરવામાં આવે છે.
આ ઉપરાંત કોઈપણ પદયાત્રીને શારીરિક તકલીફ જણાય તે માટે ઠેર-ઠેર કામચલાઉ ધોરણે આરોગ્ય કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં લોકોને શરદી ખાંસી તાવથી બચવા આરોગ્યવર્ધક ઉકાળો આપવામાં આવે છે, તો વયોવૃદ્ધ વ્યક્તિઓનું સતત બ્લડ પ્રેશર ચેક કરવામાં આવે છે.
સામાન્ય શારીરિક મુશ્કેલીઓમાં દવા આપવામાં આવે છે. તેમજ ઇમરજન્સી સર્વિસ માટે એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવે છે. આમ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા સતત મુસાફરોના આરોગ્યનું મોનીટરીંગ કરી રહી છે. તો મહેમદાબાદ આરોગ્ય વિભાગના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, તેઓ આવી ભીડમાં રોગચાળો ન ફેલાય અને ખાસ કરીને કોરોના વાયરસને લઈને પણ ખુબ જ સતર્ક છે.