ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર (dakor pilgrimage place ) ખાતે આ વર્ષે ધામધૂમપૂર્વક ફાગણી પૂનમનો મેળો (Dakor Fagni Poonam Mela 2022) યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ ભાવિકોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે. ફાગણી પૂનમના ત્રિદિવસિય મેળા (Three days mela of fagni poonam) નિમિત્તે મંદિરમાં દર્શનના સમય (Dakor Darshan Time)માં ફેરફાર કરવા સાથે દર્શનનો સમય વધારવામાં આવ્યો છે.
17 માર્ચના દર્શનનો સમય - તા.17/03/22 ગુરુવાર ફાગણ સુદ 14 મંગળા દર્શન (Mangla darshan dakor)સવારે 5:05થી 7:30, શૃંગારભોગ દર્શન (Dakor Rajbhog Darshan) સવારે 8:05થી 1:30, રાજભોગ દર્શન બપોરે 2:05થી 5:30, ઉત્થાપન દર્શન સાંજે 6:05થી 8:00, રાત્રે 8:20થી શયનભોગ આરોગી અનુકૂળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે.
આ પણ વાંચો: Dakor Temple Faguni Melo News : ધામધૂમથી યોજાશે ડાકોરના ઠાકોરનો ફાગણી પૂનમનો મેળો, જાણો વિગતો
18 માર્ચના દર્શનનો સમય - તા.18/03/22 શુક્રવાર ફાગણ સુદ 15 દોલોત્સવ મંગળા દર્શન સવારે 4:05થી 8:30, ફૂલડોલ દર્શન સવારે 9:00થી 1:00, શૃંગારભોગ દર્શન બપોરે 1:00થી 2:00, રાજભોગ દર્શન સાંજે 3:35થી 4:30, સાંજે 5:20થી ઉત્થાપન દર્શન થઈ શયન સેવા થઈ સખડીભોગ આરોગી અનુકૂળતાએ શ્રી ઠાકોરજી (ranchhodraiji maharaj temple dakor) પોઢી જશે.
19 માર્ચના દર્શનનો સમય - તા.19/03/22 શનિવાર ફાગણ વદ 1 મંગળા દર્શન સવારે 5:35થી 8:00, શૃંગારભોગ દર્શન સવારે 8:35થી 12:30, રાજભોગ દર્શન બપોરે 1:05થી થી શ્રી ઠાકોરજી અનુકૂળતાએ પોઢી જશે. ઉત્થાપન દર્શન સાંજે 4:05થી 5:30, શયનભોગ દર્શન સાંજે 5:50થી 7:00, રાત્રે 7:45થી સખડીભોગ દર્શન ખુલી શ્રી ઠાકોરજી અનુકૂળતાએ પોઢી જશે.
આ પણ વાંચો: Dakor Maha Sud Poonam : રણછોડરાયજી મંદિરે આરતીમાં ભાવિકો માટે પ્રવેશ બંધ
કોરોનાના કારણે 2 વર્ષ બાદ થઈ રહ્યો છે મેળો
કોરોનાકાળ (Corona In Gujarat)ના 2 વર્ષ બાદ ડાકોર ખાતે પૂનમનો મેળો યોજાઈ રહ્યો છે. 3 દિવસના આ મેળામાં હજારો-લાખો ભક્તો ઉમટશે અને ઠાકોરજીના દર્શન કરશે. રાજ્યમાં કોરોના સાવ ઓછો થઈ જતાં આ વખતે મેળો યોજાઈ રહ્યો છે જેના કારણે શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ છે.