- મારૂં ગામ કોરોના મુક્ત ગામ અભિયાન
- ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા
- ફાળો ઉઘરાવી ગામમાં સેનિટાઈઝેશન
ખેડા: કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દિવસે-દિવસે કેસો વધી રહ્યા છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા ગામોમાં કોરોના સંક્રમણ અટકાવવા 1 મેથી મારૂં ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરાયું છે.
આ પણ વાંચો: હિંમતનગરના હડિયોલ ગામે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા
રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ ખેડા જિલ્લાના ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. મહુધા તાલુકાના હેરંજ ગામે ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક શાળામાં ગ્રામજનોના સહયોગથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં ગ્રામજનો દ્વારા સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને દવા આપવા સાથે નિયમિત ચકાસણી કરવામાં આવે છે. દાતાઓના સહયોગથી કોવિડ કેર સેન્ટરમાં રહેલા દર્દીઓ માટે ભોજન અને નાસ્તાની પણ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદના શાહીબાગમાં 50 બેડના કોવિડ કેર સેન્ટરનો કરાયો પ્રારંભ
હાલ ગામમાં 10 એક્ટિવ કેસ
હેરંજ ગામમાં હાલ કોરોનાના 10 એક્ટિવ કેસ નોંધાયા છે તેમજ તાજેતરમાં બે વ્યક્તિના શંકાસ્પદ મોત થયા છે. જેને લઈ ગ્રામજનો આ મહામારી કોરોના સામે લડવા સહિયારા પ્રયાસો કરી રહ્યા છે. હેરંજ ગામમાં ફાળો ઉઘરાવી ગ્રામ પંચાયત દ્વારા સેનિટાઈઝેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જે વિસ્તારમાં કેસો નોંધાયા છે ત્યાં પહેલા સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરાઈ છે. જે બાદ ગામના અન્ય વિસ્તારોમાં પણ સેનિટાઈઝેશન કરાશે.