ETV Bharat / state

કોરોનાનો કેર, મહામારીએ બદલી ધંધાની તરેહ

હાલ સર્વત્ર કોરોનાએ કેર વર્તાવ્યો છે.કોરોના મહામારીમાં તમામ જનજીવન ઉથલપાથલ થઈ ગયું છે. મહામારીએ વિવિધ ક્ષેત્રોમાં દૂરોગામી અસરો સર્જી છે. કોરોના કાળમાં લોકોની જીવનશૈલી તો બદલાઇ જ છે, સાથે વેપારીઓ પોતાના ધંધારોજગાર બદલવા પણ મજબૂર બન્યાં છે. તો અનેક લોકોના ધંધા રોજગાર બંધ થતાં બેરોજગાર બન્યાં છે.

કોરોનાનો કેર, મહામારીએ બદલી ધંધાની તરેહ
કોરોનાનો કેર, મહામારીએ બદલી ધંધાની તરેહ
author img

By

Published : Jun 16, 2020, 1:47 PM IST

ખેડાઃ સામાન્ય ચાની કીટલી પર જોવા મળતું જ આ દૃશ્ય છે. પરંતુ આપને મગસની દુકાનના બોર્ડની નીચે ચાની કીટલી જોઈ નવાઈ લાગશે.આ કોરોના મહામારીની અસર છે.જેણે અનેક લોકોના ધંધા ફેરવી નાખ્યાં છે. પોતાનો જામેલો ધંધો બંધ થતાં ગુજરાન ચલાવવા નાછૂટકે વેપારી પોતાના ધંધા બદલવા મજબૂર બન્યાં છે. ડાકોરમાં રણછોડરાયજી મંદિરની સામે જ વર્ષો જૂનો જામેલો મગસનો ધંધો ધરાવતા ચૈતન્યભાઈએ મંદિર બંધ થતાં દુકાનમાં ચાકોફી બનાવવાનું શરૂ કર્યું છે. ડાકોરમાં મગસના વ્યાપારી ચાની કીટલી ચલાવી રહ્યા છે તો ફોટોગ્રાફરો ક્યાંક સમોસા વેચી રહેલાં જોવા મળે છે. મહામારીને લઈને કેટલાયના ધંધા બંધ થઈ ચૂક્યાં છે તો અનેક લોકો બેરોજગાર બન્યા છે. મંદિર બંધ હોવાને લઇ યાત્રાધામ ડાકોરમાં ગોમતીઘાટ પર ફોટોગ્રાફી કરી ગુજરાન ચલાવતાં 70 જેટલા ફોટોગ્રાફરો બેકાર બન્યાં છે.

કોરોનાનો કેર, મહામારીએ બદલી ધંધાની તરેહ

કોરોના અને લાંબા લૉકડાઉનને પગલે ડાકોરના બજારોમાં હવે પહેલાં જેવી રોનક ક્યારે આવશે અને વેપારીઓના ચહેરા પર ખુશીઓની મોસમ ક્યારે ખીલશે તે વિચારવું અઘરું થઈ રહ્યું છે.

કોરોનાનો કેર, મહામારીએ બદલી ધંધાની તરેહ
કોરોનાનો કેર, મહામારીએ બદલી ધંધાની તરેહ
ડાકોરમાં હજી મંદિર બંધ છે. જો કે ખુલશે તો પણ બાર વર્ષે બાવો બોલે તેમ કોરોનાને પગલે નિયંત્રિત માત્રામાં જ યાત્રાળુઓને છૂટ અપાશે.ત્યા રે તેનાથી સ્થિતિમાં કોઇ મોટો ફરક પડશે નહીં તેમ વેપારીઓ માની રહ્યાં છે. આ સંજોગોમાં હાલ તો આ વેપારીઓને ગુજરાન ચલાવવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.