ખેડાઃ જિલ્લામાં જાહેરનામાનો ભંગ જિલ્લામાં કલેક્ટર આઈ. કે.પટેલને મળેલી સત્તાની રૂએ નોવેલ કોરોના વાઈરસની અસરોને પહોંચી વળવા, રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે હાથ ધરી શકાય, તે હેતુસર હાલની પરિસ્થિતિમાં નોવેલ કોરોના વાઈરસના ઝડપી સ્થાનિક સંક્રમણને અડકાવી શકાય તે માટે નગરપાલિકા વિસ્તારમાં જાહેરનામાંથી કેટલાક નિયંત્રણો મુકેલા છે.
જેના બદલે આ જાહેરનામાનો ભંગ કરનારા વ્યક્તિ સામે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવતા તમામ અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51 થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 188 ની જોગવાઈ મુજબ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવેલા છે.