ETV Bharat / state

ડાકોરમાં પ્રથમ વખત મંદિરમાં બંધ બારણે અન્નકૂટ ધરાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ડાકોરમાં પ્રથમ વખત બંધ બારણે અન્નકૂટ યોજાશે. સાંજે ચાર કલાક બાદ જ ભાવિકો મંદિરમાં ડાકોરના ઠાકોરના દર્શન કરી શકશે. જેને કારણે ભવિકોમાં નિરાશા જોવા મળી રહી છે.

ડાકોરમાં પ્રથમ વખત મંદિરમાં બંધ બારણે અન્નકૂટ યોજાશે

author img

By

Published : Nov 15, 2020, 2:18 PM IST

Updated : Nov 15, 2020, 3:52 PM IST

  • યાત્રાધામ ડાકોરમાં આજે બેસતું વર્ષ
  • પ્રથમ વખત મંદિરમાં બંધ બારણે પ્રતિકાત્મક અન્નકૂટ યોજાશે
  • ભાવિકો ચાર વાગ્યા પછી ડાકોરના ઠાકોરના દર્શન કરી શકશે

ડાકોર: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ડાકોરમાં પ્રથમ વખત બંધ બારણે અન્નકૂટ યોજાશે. સાંજે ચાર કલાક બાદ જ ભાવિકો મંદિરમાં ડાકોરના ઠાકોરના દર્શન કરી શકશે. જેને કારણે ભવિકોમાં નિરાશા જોવા મળી રહી છે.

મંદિરમાં પ્રથમ વખત બંધ બારણે અન્નકૂટ યોજાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બેસતા વર્ષના દિવસે અન્નકૂટ ધરાવવામાં આવે છે. જે અન્નકૂટને આસપાસના ગ્રામજનો દ્વારા લૂંટવામાં આવે છે. જે પરંપરા વર્ષોથી ચાલી આવી છે. સમગ્ર ભારતમાં એકમાત્ર ડાકોર મંદિર ખાતે આ પરંપરા છે. જો કે આ વર્ષે કોરોના મહામારીને કારણે આ પ્રથા બંધ કરવામાં રાખવામાં આવી છે. તેના બદલે મંદિરમાં બંધબારણે પ્રતિકાત્મક રીતે અન્નકૂટ ધરાવવામાં આવશે. બંધબારણે અન્નકૂટના નિર્ણયને પગલે વિવાદ પણ થવા પામ્યો હતો, પરંતુ તંત્રની સમજાવટ બાદ આસપાસના ગ્રામજનો દ્વારા સમાધાન કરવામાં આવ્યું છે અને મંદિર દ્વારા બંધ બારણે અન્નકૂટ યોજવાનો નિર્ણય કાયમ રાખવામાં આવતા બંધ બારણે અન્નકૂટ યોજાશે.

ડાકોરમાં પ્રથમ વખત મંદિરમાં બંધ બારણે અન્નકૂટ યોજાશે

પ્રથમ વખત બેસતા વર્ષે મંદિર મોડું ખુલશે

મહત્વનું છે કે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શન કરીને ભાવિકો દ્વારા નવા વર્ષની શરૂઆત કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે પ્રથમ વખત સવારથી જ મંદિર બંધ રાખવામાં આવ્યું છે. સાંજે ચાર વાગ્યા બાદ જ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેને પગલે ભાવિકોમાં નિરાશા જોવા મળી રહી છે.

સમગ્ર ભારતમાં એકમાત્ર મંદિરમાં અન્નકૂટ લૂંટવાની પ્રથા

સમગ્ર દેશમાં એકમાત્ર ડાકોર ખાતે મંદિરમાં ભગવાનને ધરાવવામાં આવતા અન્નકૂટને લૂંટવાની પ્રથા છે. જે માટે મંદિર દ્વારા આસપાસના ગ્રામજનોને આમંત્રણ પાઠવવામાં આવે છે.અન્નકૂટની મહા આરતી બાદ ભગવાનને ધરાવવામાં આવેલી જુદી-જુદી વાનગીઓનો 152 મણના અન્નકૂટને ગ્રામજનો દ્વારા લૂંટવામાં આવે છે.માન્યતા છે કે આ પ્રસાદ આરોગવાથી આખું વર્ષ નિરોગી રહેવાય છે. જેને લઈ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો પ્રસાદ લૂંટવા આવે છે. અન્નકૂટ લૂંટવાની આ પ્રથા 250 વર્ષથી ચાલી આવે છે. જો કે આ વર્ષે કોરોના મહામારીને પગલે પ્રથા રદ કરવામાં આવી છે.

Last Updated : Nov 15, 2020, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.