- ખેડા જિલ્લામાં કપડવંજ નજીક વહેલી સવાર સર્જાયો અકસ્માત
- કાર અને આઈશર ટ્રક વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત
- બંને વાહનો ઓવરટેક કરવા જતાં સર્જાયો અકસ્માત
- હોમગાર્ડના પ્લાટૂન કમાન્ડર અને જવાનનું મોત
ખેડાઃ જિલ્લાના કપડવંજ નજીક વહેલી સવારે કાર અને આઈશર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા કપડવંજ ગ્રામ્ય પોલીસમથકનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે વાત્રક ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. તેમ જ ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા.
આ પણ વાંચો- જયપુરના ચાકસુમાં વાન ટ્રેલર સાથે અથડાતા થયેલા અકસ્માતમાં 6ના મોત, 5 ઈજાગ્રસ્ત
બંને વાહનો ઓવરટેક કરવા જતાં સર્જાયો અકસ્માત
કપડવંજ-મોડાસા રોડ પર સામસામેથી આવી રહેલા કાર અને આઈશર બંને ઓવરટેક કરવા જતાં બંનેની ભયંકર ટક્કર થઈ હતી. ધડાકાભેર બંને વાહનો એકબીજા સામે ટકરાતા કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ પણ વાંચો- સુરતમાં હજિરા રોડ પર મોડી રાત્રે કારનો થયો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત, 1 ઈજાગ્રસ્ત
અકસ્માતમાં હોમગાર્ડના પ્લાટૂન કમાન્ડર અને જવાનનું મોત
અકસ્માતમાં કપડવંજ હોમગાર્ડ યુનિટના સિનિયર પ્લાટુન કમાન્ડર રમેશ એમ. ઝાલા, હોમગાર્ડ જવાન મહેશ ઝાલા, નરેન્દ્ર રાઠોડ અને શૈલેષ સોલંકીના મોત નીપજ્યા હતા, જેમાંથી બે મોટા રામપુરા અને એક ગરોડ તેમ જ એક વાઘાવત ગામના રહેવાસી છે.