ETV Bharat / state

Assembly election: પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં નડીયાદ ખાતે ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો

author img

By

Published : Dec 6, 2021, 6:59 PM IST

નડીયાદ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની (BJP State President CR Patil) ઉપસ્થિતિમાં જીલ્લા ભાજપનો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો.જેમાં જીલ્લા ભાજપ અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો (Assembly seats) ઉપર ભાજપનો ભગવો લહેરાવવા રણટંકાર કર્યો હતો.

Assembly elections2022: પ્રદેશ પ્રમુખ  સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં નડીયાદ ખાતે ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો

  • પેજ પ્રમુખનું શસ્ત્ર ગુજરાતની 2022ની ચૂંટણીમાં ભાજપનો વિજયધ્વજ લહેરાવશેઃ સી.આર.પાટીલ
  • ખેડા જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાવવા રણટંકાર કરતા પ્રદેશ પ્રમુખ
  • ખેડા જિલ્લામાં ભાજપના સ્નેહમિલન સમારંભમાં વિશાળ સંખ્યામાં કાર્યકર્તા ઉમટ્યા

નડીયાદ: આ પ્રસંગે સમારંભના મુખ્ય અતિથિ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (BJP State President CR Patil) જણાવ્યું હતુ કે, સમગ્ર ગુજરાતમાં કાર્યકરોએ સંગઠીત થઈને તાજેતરમાં જે જોશ અને ઉત્સાહ બતાવ્યો હતો, જેના પરિણામના ભાગરૂપે પાર્ટીના તમામ ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત થઈ ગયાનો એક મોટો રેકોર્ડ સર્જાયો હતો, ત્યારે કોંગ્રેસ નામશેષ બનીને રહી ગઈ છે. આગામી 2022ની વિધાનસભાની ચુંટણીમાં (Assembly election 2022) પેજ પ્રમુખનુ શસ્ત્ર (Page President's weapon) જ સમગ્ર ગુજરાતમાં ભાજપનો વિજય ધ્વજ લહેરાવશે તેવો રણટંકાર પણ તેઓએ કર્યો હતો.

આ પણ વાંચો: Gujarat Assembly Election: કોંગ્રેસના ‘ઠાકોર’- કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી જીતવા જ્ઞાતિવાદી સમીકરણ ગોઠવ્યા

અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે રાજયકક્ષા સંચાર પ્રધાન દેવુસિંહ ચૌહાણ (State Communications Minister Dev Singh Chauhan ),ગ્રામ વિકાસ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ (Rural Development Minister Arjun Singh Chauhan),વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઈ દેસાઈ (Legislative Assembly Chief Punisher Pankaj Desai) ,પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ,જીલ્લા પ્રભારી ગોરધનભાઈ ઝડફીયા,પ્રભારી મંત્રી મનિષાબેન વકીલ, જિલ્લા પ્રભારી શકુંતલાબેન મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, પ્રદેશ મંત્રી જહાન્વીબેન વ્યાસ, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ડો. પ્રશાંત કોરાંટ, નડીઆદ નગર પાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, જિલ્લા મહામંત્રી વિકાસભાઈ શાહ અને નટુભાઈ સોઢા સહીત જિલ્લાના તમામ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: UP Assembly elections : AAP નેતા સંજય સિંહ અખિલેશ યાદવને મળ્યા, રાજકારણ ગરમાય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.