- જિલ્લામાં ભાજપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઈ
- જિલ્લામાં 25 પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર અર્પણ કરાયા
- દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન આપવા સુવિધા
ખેડાઃ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ભાજપ અધ્યક્ષ અર્જુનસિંહ ચૌહાણે નડીયાદમાં 5 અલગ-અલગ આરોગ્યલક્ષી સંસ્થાઓને પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન અર્પણ કર્યા હતા. જિલ્લામાં આવા કુલ 25 પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર અર્પણ કરવામાં આવ્યા છે. ત્યારે હવે આ મશીન થકી તાત્કાલિક ધોરણે દર્દીઓને ઓક્સિજન આપવાની સુવિધા આપવામાં આવશે. મહત્વની બાબત એ છે કે, આ બાબતે નડીયાદ સીવીલ હોસ્પિટલ ખાતે પણ 5 નંગ આ મશીન RMOને સુપ્રત કર્યા હતા.
આ પણ વાંચોઃ દિલ્હી હાઈકોર્ટનો કેન્દ્રને સવાલ- કસ્ટમ વિભાગમાં કેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર અટવાયા છે
જિલ્લામાં ઓક્સિજનની વર્તાઈ રહી છે અછત
હાલ જિલ્લામાં વિવિધ હોસ્પિટલ્સમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. જેને લઈ જિલ્લામાં મોટા પ્લાન્ટનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. હાલ આ પોર્ટેબલ મશીનથી તાત્કાલિક ઓક્સિજન આપવાની સુવિધા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ભારતીય ક્રિકેટર પંડ્યાબંધુઓએ ઓક્સિજન કન્સન્ટ્રેટરનું કર્યું દાન
જિલ્લાના સ્થાનિક આગેવાનો રહ્યા ઉપસ્થિત
આ કાર્યક્રમમાં મુખ્ય દંડક પંકજ દેસાઇ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ અધ્યક્ષ અર્જુનસિંહ ચૌહાણ સહિત જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન સાસંદ દેવુસિંહ ચૌહાણે પ્રતિક્રિયા આપતા આ મશીનની ઉપયોગીતા અને સરળતા સમજાવી હતી.