નડિયાદમાં બાળ અધિકારો અને બાળ સુરક્ષા અંગેની જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાકીય અધિકારી ડો. અલકા રાવલ દ્વારા કિશોર ન્યાય અધિનિયમ 2015 અને તેની જોગવાઇઓ તેમજ બાળ મજૂર પ્રતિબંધક અધિનિયમ, જાતિય સતામણી સામે રક્ષણ આપતો કાયદો બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
સુરક્ષા અધિકારી કૃણાલ વાઘેલાએ બાળકોના અધિકારો તથા સંકલિત બાળ સુરક્ષા યોજના, યોજનાનું વહીવટી માળખું, યોજનામાં સમાવિષ્ટ પ્રાવધાન અને અમલીકરણ બાબતે જાણકારી આપી હતી. તેમજ GOOD TOUCH – BAD TOUCH કોને કહી શકાય જે વિશે ઉદાહરણ સહિત ડેમોસ્ટ્રેશન કરી બાળકોને સમજાવવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય મકવાણા પિનાકીનભાઇ તથા સ્ટાફ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમના વંદનાબેન શુકલા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 150 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.