ETV Bharat / state

ખેડામાં કોવિડ કેર સેન્ટર બાબતે સરપંચના પતિ દ્વારા તલાટી પર હુમલો - KHEDA LOCAL NEWS

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રાણી પોરડા ગામના સરપંચના પતિ દ્વારા તલાટી પર હુમલો કરવામાં આવ્યો હતો. ગામમાં કોરોના દર્દીઓ માટે કોવિડ સેન્ટરની સુવિધા ઉભી કરવા ખર્ચ બાબતે બોલાચાલી કરીને સરપંચના પતિએ તલાટી પર હુમલો કર્યો હતો. જે મામલે તલાટીની ફરિયાદને આધારે ઠાસરા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખેડામાં કોવિડ કેર સેન્ટર બાબતે સરપંચના પતિ દ્વારા તલાટી પર હુમલો

author img

By

Published : May 12, 2021, 1:27 PM IST

  • કોવિડ કેર સેન્ટરનો ખર્ચ ન પાડવાનું કહી તલાટી પર હુમલો
  • તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં હુમલો
  • ઠાસરા પોલિસે હાથ ધરી કાર્યવાહી

ખેડા: 'મારૂ ગામ કોરોના મુક્ત ગામ' અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રાણી પોરડા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં કોરોના દર્દીઓ માટે 10 બેડનું કોવિડ કેર સેન્ટર ઉભું કરાયુ છે. કોવિડ સેન્ટરની સુવિધા ઉભી કરવા ખર્ચ બાબતે બોલાચાલી કરીને સરપંચના પતિએ તલાટી પર હુમલો કર્યો હતો. જે મામલે તલાટીની ફરિયાદને આધારે ઠાસરા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં હુમલો

રાણી પોરડા ગ્રામ પંચાયત અંતર્ગત જશુના મુવાડા ખાતે પી એચ સી સેન્ટરની સામે કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું હતું. જે માટે તલાટી,સરપંચ તેમજ ડોક્ટરની ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી.જેની મુલાકાતે તાલુકા વિકાસ અધિકારી પહોંચ્યા હતા.જેને લઈ તલાટીએ મહિલા સરપંચને બોલવવા ફોન કર્યો હતો.જે તેમના પતિએ
ફોન પર વાત કરતા કોવિડ કેર સેન્ટર માટે ખર્ચ ન પાડવાનું કહી બોલાચાલી કરી હતી. બાદમાં કોવિડ કેર સેન્ટર ખાતે પહોંચી તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં સરપંચના પતિએ તલાટી પર હુમલો કરી માર માર્યો હતો.

આ પણ વાંચો: મોડાસા સરકારી ઈજનેર કોલેજમાં ઉભુ કરાયેલું 50 બેડનું કોવિડ સેન્ટર બંધ હાલતમાં

તાલુકા વિકાસ અધિકારીની ગાડીમાં બેસતા તલાટીનો બચાવ

તલાટી પર હુમલો કરી સરપંચના પતિ અને તેમનો પુત્ર મોટો પથ્થર લઈ તલાટીને મારવા પહોંચ્યા હતા.સમય સૂચકતાથી ટીડીઓની ગાડીમાં તલાટી બેસી રવાના થતા બચી ગયા હતા.ત્યારબાદ તલાટીએ ઠાસરા પોલીસ સ્ટેશનમાં જશીબેન રણજીત સિંહ રાઠોડના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટના મામલે તલાટી આર.એમ.પંજાબીની ફરિયાદના આધારે ઠાસરા પોલિસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.પોલીસે સરપંચના પતિ રણજીતસિંહ રાઠોડ અને તેમના પુત્ર સંજયની તપાસ હાથ ધરી છે.

ખેડામાં કોવિડ કેર સેન્ટર બાબતે સરપંચના પતિ દ્વારા તલાટી પર હુમલો

આ પણ વાંચો: ભાવનગરના ટાણા PHC સેન્ટરમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા લોકોની માગ

તાલુકાના તલાટી એસોસિએશન દ્વારા કાર્યવાહી કરવા માગ

ઘટના મામલે ઠાસરા તાલુકા પંચાયતના 20 તલાટીઓએ આ માથાભારે રણજીતસિંહને તાત્કાલિક જેલ હવાલે કરવાની માંગ કરવામાં આવી છે.તેમજ યોગ્ય ન્યાય મળે તે માટે તાલુકા વિકાસ અધિકારી અને પોલીસને રજૂઆત કરવામાં આવી છે. સરપંચના પતિના હુમલાનો ભોગ બનનાર તલાટી રમેશભાઈ પંજાબીએ જણાવ્યું હતું કે, રાણી પોરડા તાબે જશુના મુવાડામાં કોવિડ-19 ની કાર્યવાહી કરતી વખતે સરપંચના પતિએ હુમલો કરેલ છે.મારા પૂછ્યા સિવાય કેમ કોવિડ સેન્ટર બનાવ્યું છે.તેમ મારામારી હાથાપાઈ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.