- ખેડા કોંગ્રેસ દ્વારા કૃષિ કાયદાનો વિરોધ કરી આવેદનપત્ર
- સૂત્રોચ્ચારો કરી બેનરો પ્રદર્શિત કરી ઉગ્ર વિરોધ
- કોંગ્રેસ અગ્રણીઓ સહીત કાર્યકરો જોડાયા
ખેડા : કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી ખેડૂતો દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તેને ખેડૂત વિરોધી ગણાવી કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇ ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા નડિયાદ કલેકટર કચેરીએ પહોંચી બેનરો પ્રદર્શિત કરી સૂત્રોરચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ કૃષિ કાયદા મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં કોંગ્રેસ અગ્રણીઓ સહીત કાર્યકરો જોડાયા હતા.
ખેડૂત વિરોધી કાયદો રદ કરી ખેડૂતોને ન્યાય આપવાની માંગ
જેમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કૃષિ કાયદાનો વિરોધ નોંધાવી રજૂઆત કરી હતી. ખેડા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત વિરોધી કાયદો રદ કરી ખેડૂતોને ન્યાય આપવાની માંગ કરવામાં આવી હતી.