ETV Bharat / state

ખેડાના નડિયાદ અને ડાકોરમાં ઈ-મેમો આપવાની શરૂઆત કરાઈ - An e-memo was started in Nadiad and Dakor in Kheda

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં જિલ્લાના મુખ્ય મથક ખાતે વિશ્વાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ શહેરને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત CCTVથી સજ્જ કરવામાં આવ્યું છે. જેને લઇ નડિયાદ શહેરમાં ઈ મેમો આપવાની શરૂઆત કરવામાં આવી છે.

kheda
kheda
author img

By

Published : Feb 22, 2020, 8:22 PM IST

ખેડાઃ નડિયાદ અને ડાકોરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઈમેમો આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં શહેરમાં વિવિધ સ્થળોએ લગાવાયેલા અત્યાધુનિક CCTV કેમેરાઓનું સઘન અને રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરવા માટે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં અત્યાધૂનિક સાધનોથી સજ્જ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં બનતા ગુનાઓ અટકાવવાનો તથા શોધવાનો તેમજ ટ્રાફિક નિયમન અમલીકરણ કરવાનો છે.

નડિયાદ શહેરમાં 16 ફેબ્રુઆરીથી ઈ મેમો ઈસ્યુ કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ત્રણ સવારી,ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી,વાહનમાં ડાર્ક ફિલ્મનો ઉપયોગ કરવો,રીક્ષામાં આગળ બેસવું સહિતના વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ નિયમ ભંગ કરનાર વાહન ચાલકને તેના ફોટો અને વાહન રજિસ્ટ્રેશન સહિતની વિગતો વાહન માલિકને મોકલી આપવામાં આવશે.

ખેડાના નડિયાદ અને ડાકોરમાં ઈ મેમો આપવાની શરૂઆત કરાઈ

ખેડા જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધી 200 જેટલા ઈ-મેમો ઈસ્યુ કરવામાં આવ્યા છે. ઈસ્યુ કરેલા ઈ મેમો અને દંડની રકમ વાહનચાલક નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતેના કંટ્રોલ અને કમાન્ડ સેન્ટર ખાતે તથા ડાકોર અને કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ભરી શકશે. તેમજ ઓનલાઈન પણ ભરી શકશે. જો કે, હાલ તો નડિયાદમાં ઝેબ્રા ક્રોસિંગ અને સિગ્નલ બાબતે નગરપાલિકા અને જે-તે વિભાગ સાથે કાર્યવાહી હાથ ધરાઇ રહી હોવાનું જણાવાઈ રહ્યું છે.

નોંધનીય છે કે, ખેડા જિલ્લામાં નડિયાદ ઉપરાંત યાત્રાધામ ડાકોરને પણ CCTV થી સજ્જ કરાયું છે. જ્યાં પણ ઈ મેમો આપવાની શરૂઆત કરવામાં આવી છે. નડિયાદ અને ડાકોર ખાતે કુલ 259 અત્યાધુનિક CCTV કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.