- 1500 કિલો પાકી કેરી દેવોને ધરવામાં આવી
- કેરીની પ્રસાદી વૃદ્ધાશ્રમ અને અનાથ બાળકોને વહેંચાઈ
- ઓનલાઈન રવિસભા યોજાઈ
ખેડા: સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે ઠાકોરજીનો રાજીપો મેળવવા દર વર્ષે ગ્રિષ્મ ઋતુમાં આમ્રોત્સવની ઉજવણી કરવામાં આવે છે.જેમાં વિપુલ માત્રામાં દેવોને કેરીઓનો ભોગ ધરાવવામાં આવે છે.જે મુજબ આ વર્ષે 1500 કિલો પાકી કેરીઓ દેવોને ધરાવવામાં આવી હતી. 1500 કિલો કેરી અન્નકૂટની પ્રસાદીને વડતાલધામ તેમજ આસપાસના ગામોના વૃદ્ધાઆશ્રમ અને અનાથ બાળકોને વડતાલ મંદિર દ્વારા વહેંચવામાં આવી હતી.
ઓનલાઈન રવિસભા યોજાઈ
વડતાલ સુપ્રસિદ્ધ તીર્થસ્થાન હોવા ઉપરાંત આધ્યાત્મિક કેન્દ્ર પણ છે.હરિભક્તોના કલ્યાણ અર્થે તથા યુવાનો અને બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું નિરૂપણ થાય તે માટે વડતાલના સહાયક કોઠારી સંત સ્વામી દ્વારા રવિસભાની સ્થાપના કરવામાં આવી છે.જે અંતર્ગત સાંજે 4 થી 6 ઓનલાઈન રવિસભા યોજવામાં આવી હતી.
આ પણ વાંચો : વડતાલ સ્વામિનારાયણ મંદિર હોસ્પિટલમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયું
વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
વડતાલ સંસ્થા દ્વારા આમ્રોત્સવ ઉપરાંત ઉનાળાના સમયમાં ઉઘાડા પગે ફરતા ગરીબ શ્રમજીવીઓને ચંપલ વિતરણ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
આ પણ વાંચો : વડતાલ મંદિર દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેન્ક શરૂ કરાઇ