આ પ્રસાદને લૂંટવા માટે મંદિર દ્વારા આસપાસના 50 ઉપરાંત ગામોના ગ્રામજનોને લેખિતમાં આમંત્રણ આપવામાં આવે છે.તે બાદ અન્નકૂટની મહાઆરતી બાદ પ્રસાદ લૂંટવામાં આવે છે.એવી માન્યતા છે કે આ પ્રસાદ આરોગવાથી આખું વર્ષ નિરોગી રહેવાય છે.જેને લઇ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો પ્રસાદ લૂંટવા આવે છે.
મંદિરના ઘુમ્મટની અંદર 11 મણનો ભાત તેમજ 140 મણ બુંદી,મગસ,મોહનથાળ સહીત પાંચ પકવાન તથા તમામ ફળ,તમામ પ્રકારની શાકભાજી મળીને કુલ ૧૫૧ મણનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.જે મુજબ સવારે મંદિરમાં પ્રતીકાત્મક ગોવર્ધન પૂજા કરવામાં આવે છે.ત્યારબાદ તે હેતુને સાર્થક કરવા અન્નકૂટ ઉત્સવ કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે ભાત,બુંદી,જલેબી,મોહનથાળ,શાકભાજી,ફળ ફળાદી,વિગેરે મુકવામાં આવે છે, ત્યારબાદ સવા કિલોનો બુંદીનો લાડુ ટોચે પધરાવી સજાવટ કરવામાં આવે છે. તેના ઉપર ગાયના શુધ્ધ ઘી છાંટવામાં આવે છે. ત્યારબાદ તુલસીનો હાર ચઢાવી શ્રીજીમહારાજને ભોગ ધરાવવામાં આવે છે.
જોકે આ તમામ સામગ્રી 3000 કિલો જેટલી થાય છે. આ સમગ્ર સામગ્રી પ્રભુ સન્મુખ પીરસવામાં મંદિરના સેવકો,બ્રાહ્મણો, સ્નાન કરી ,ધોતી પહેરી અપરસમાં(સ્નાન કરી પલળતા કપડે) પીરસતા હોય છે.
ત્યારબાદ શ્રીજીમહારાજના પટ ખુલતા કપૂર આરતી કરવામાં આવે છે અને આસપાસના ગામોમાં આમંત્રણ આપવાથી આવેલ ગ્રામજનો અન્નકૂટ આપવામાં આવે છે. જે પ્રભુને ધરેલ અન્નકૂટ લૂંટાયા બાદ સમગ્ર મંદિર પરીશરને પાણીથી ધોવામાં આવે છે. આ દિવસે મંદિર નિત્યક્રમ અનુસાર ન ખુલતા એક કલાક મોડા ખુલે છે.
ડાકોર મદિંર કમિટીના ટ્રસ્ટી મંડળે આશરે 250 વર્ષથી એટલે કે હાલના મંદિરના નિર્માણકાળથી આ પરંપરા અહીંના લોકરીવાજ મુજબ અમલમાં મૂકી છે.