ETV Bharat / state

Kheda crime news: ખેડામાં ઝાડીમાંથી યુવાનનો માથા વિનાનો મૃતદેહ મળી આવ્યો - યુવાનનો માથા વિનાનો મૃતદેહ મળી આવ્યો

નડીયાદના ટુંડેલ ગામે ફાટક નીચે ઝાડીમાંથી યુવાનનો માથા વિનાનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસની તપાસમાં મૃતક યુવાનની ઓળખ સંધાણા ગામના પરેશ ગોહેલ હોવાની થઈ છે. પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદથી હત્યા મામલે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે.

a-young-mans-headless-body-was-found-in-a-bush-in-the-kheda-tundel-village

author img

By

Published : Apr 21, 2023, 10:08 PM IST

ઝાડીમાંથી યુવાનનો માથા વિનાનો મૃતદેહ મળી આવ્યો

ખેડા: ખેડા જીલ્લાના નડીયાદના ટુંડેલ ગામે ફાટક નીચે ઝાડીમાંથી યુવાનનો માથા વિનાનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન નોકરી કરતો હતો અને બે દિવસ પહેલા જ તે ટુડેલ ખાતે તેની સાસરીમાં આવ્યો હતો. જ્યાં તેનો મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા હત્યા મામલે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઈ છે.

ઝાડીમાંથી મળી આવ્યો મૃતદેહ: નેશનલ હાઈવે બાજુમાં આવેલ ટુંડેલ ફાટક નીચેથી ઝાડીમાંથી યુવાનનો માથા વિનાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે ડીવાયએસપી સહિત પોલીસની વિવિધ ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા તપાસ કરતા સંધાણા ગામના પરેશ ગોહેલ નામના યુવાનનો મૃતદેહ હોવાની ઓળખ કરી દેવામાં આવી છે.

યુવાનનું માથું તેમજ કોઈ પુરાવા ન મળ્યા: પોલીસ દ્વારા આ હત્યાનું પગેરૂ શોધવા ડોગ સ્ક્વોડ સહિતની વિવિધ ટીમોને કામે લગાડી છે. જો કે પોલીસને સ્થળ પરથી કે આજુબાજુથી યુવાનનું માથું મળી આવ્યું નથી. તેમજ હત્યા માટે વપરાયેલ કોઈ હથિયાર કે અન્ય કોઈ પુરાવો પણ પોલીસને મળી આવ્યો નથી. કોઈ અન્ય સ્થળે હત્યા કરી મૃતદેહ ઝાડીમાં નાખવામાં આવ્યો હોવાની શક્યતા પણ પોલીસ દ્વારા ચકાસવામાં આવી રહી છે. ઉપરાંત મૃતકની ઓળખ થતા પોલીસ દ્વારા સંબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા હત્યાનું કારણ તેમજ આરોપીઓની ઓળખ કરી ઝડપી પાડવા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ રહી છે.

આ પણ વાંચો Hyderabad News : સનત નગર વિસ્તારમાં 8 વર્ષના બાળકની નિર્દયતાથી કરવામાં આવી હત્યા

પોલીસ દ્વારા તમામ પ્રકારની તપાસ હાથ ધરાઈ રહી છે: આ મામલે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, 'આ મૃતક યુવાન નોકરી કરી રહ્યો‌ હતો અને છેલ્લા બે દિવસ પહેલા જ તે પોતાની સાસરી ટુંડેલ ખાતે આવ્યો હતો. હાલ માથુ મળી આવ્યુ નથી પરંતુ આ બાબતે તપાસ ચાલુ છે. પોલીસની 4 ટીમ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી રહી છે. FSL અને ડોગ‌ સ્ક્વોડની પણ મદદ લેવાઈ છે અને આ ટીમના પ્રાયમરી ઓપિનીયન બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. હાલ તો પોલીસની ટીમે બનાવ સ્થળથી નજીકના ખેતરોમાં તપાસ હાથ ધરી છે અને આ મૃતદેહ અહીયા જ હતો કે અહીંયા લાવવામાં આવ્યો છે વગેરે પાસા ચકાસવામાં આવી રહ્યા છે. તમામ પ્રકારની તપાસ હાથ ધરાઈ રહી છે.'

આ પણ વાંચો Bhavnagar Crime : ગઇકાલથી ગુમ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો, પિતાએ મિત્ર સામે શંકાની સોય તાણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.