નડિયાદઃ ખેડા જિલ્લાના કઠલાલમાં આધાર મોલમાં આઉટડેટેડ સ્ટોક વેચવામાં આવતાં મામલતદાર દ્વારા રેઈડ કરવામાં આવી હતી. જેમાં આઉટડેટેડ ખાદ્ય તેમજ અખાદ્ય વસ્તુઓનો 1 લાખનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કઠલાલમાં જે.બી પ્લાઝામાં આવેલા આધાર મોલમાં આઉટડેટેડ સ્ટોક વેચવાની માહિતી કઠલાલ મામલતદારને મળી હતી. મોલને બંધ રાખવાનો આદેશ હોવાને લીધે મામલતદાર દ્રારા તાત્કાલિક પગલા લઇ રેડ કરવામાં આવી હતી. જેમાં નડિયાદ કઠલાલ રોડ પર આવેલા આધાર મોલમાંથી આશરે 1 લાખનો ખાદ્ય અને અખાદ્ય વસ્તુઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ સાથે જ ફૂડ અને ડ્રગ્સ વિભાગ તેમજ તોલમાપ વિભાગને પણ જાણ કરવામાં આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કઠલાલ નગર પાલિકા દ્રારા આધારમોલનું લાઇસન્સ રદ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી.