ETV Bharat / state

ખેડા ટાઉન પોલિસ સ્ટેશનની બાજુમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહી - Kheda Town Police Station

ખેડા ટાઉન પોલિસ સ્ટેશન (Police Station) માં શનિવારની રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડ (Fire brigade) ની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગની આ ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી.

huge fire
huge fire
author img

By

Published : Nov 7, 2021, 1:05 PM IST

  • પોલિસ સ્ટેશનની બાજુમાં રાખવામાં આવેલા વાહનોમાં લાગી આગ
  • રિક્ષા, ટ્રક સહિતના વિવિધ વાહનો બળીને ખાક
  • આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

ખેડા: શહેરના ટાઉન પોલિસ સ્ટેશન (Police Station) માં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ખેડા પોલિસ સ્ટેશનની બાજુમાં રાખવામાં આવેલા ગુનાઓમાં પકડાયેલા વાહનોમાં ગત રાત્રે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. વાહનોમાં લાગેલી આગે થોડીવારમાં વિકરાળ સ્વરૂપ લીધુ હતું. જેના કારણે ભારે દોડધામ મચી ગઈ હતી. આગમાં રિક્ષા, ટ્રક, કાર તેમજ બાઈક સહિતના સંખ્યાબંધ વાહનો બળીને ખાક થઈ ગયા હતા.

ખેડા ટાઉન પોલિસ સ્ટેશનની બાજુમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહી

આ પણ વાંચો: અહેમદનગર જિલ્લા હોસ્પિટલના ICUમાં આગ, 11 કોરોના દર્દીઓના મોત, 6ની હાલત ગંભીર

ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવાયો

આગની ઘટના અંગે જાણ કરવામાં આવતા ખેડા, નડીયાદ, મહેમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય તેમજ નવાગામથી ફાયર બ્રિગેડ (Fire brigade) ની ટીમ પહોંચી હતી. ફાયર બ્રિગેડ ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો: નવા વર્ષના પહેલાં શનિવારે ઝંડ હનુમાન ખાતે ભક્તોની ભારે ભીડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.