- ઘોડીયા બજારમાં આવેલી ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં આગ
- દુકાનમાં રહેલો ઈલેક્ટ્રોનિક્સનો માલસામાન બળીને ખાક
- આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
નડિયાદ: શહેરના ઘોડીયા બજાર વિસ્તારમાં આવેલા તુલસી મંગલમ કોમ્પલેક્સની કુશલ ઈલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાં ગત રાત્રે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. દુકાનમાં લાગેલી આગે થોડીવારમાં વિકરાળ સ્વરૂપ લીધુ હતું.જેના કારણે ભારે દોડધામ મચી ગઇ હતી. દુકાનમાં રહેલો ઈલેક્ટ્રોનિક્સનો તમામ માલ સામાન આગમાં બળીને ખાક થઈ ગયો અને ભારે નુકશાન થયું હતું.
ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવાયો
આગની ઘટના અંગે નડીયાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. 2 ફાયર ટેન્ડર સાથે પહોંચેલી ફાયર બ્રિગેડ ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.
આ પણ વાંચો: મંજુસર GIDCમાં બે દિવસમાં બે આગના બનાવ