ખેડાઃ ડાકોર નગરપાલિકાની 2018માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના 7 સભ્યો દ્વારા મેન્ડેટનો અનાદર કરી ક્રોસ વોટિંગ કર્યું હતું. જેમને પક્ષમાંથી હાંકી કાઢી તેઓને સભ્યપદે ગેરલાયક ઠેરવવા માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં અરજી કરવામાં આવી હતી. જેના સુનાવણી બાદ અઢી વર્ષે શહેરી વિકાસ વિભાગ દ્વારા તમામ 7 સભ્યને સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
જો કે, તે પહેલા બાકી રહેલા અઢી વર્ષ માટેની પ્રમુખ-ઉપપ્રમુખની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં પણ આ સાતમાંથી ચાર સભ્યોએ ફરીથી ક્રોસ વોટિંગ કર્યું હતું. સસ્પેન્ડ કરાયેલા સાત સભ્યોમાંથી તાજેતરમાં ઉપપ્રમુખ તરીકે ચુંટાયેલા કલ્પેશ કુમાર ભટ્ટનો પણ સમાવેશ થાય છે, જેને પગલે રાજકીય માહોલ ગરમાયો છે.