- હાઈવે પર ઉભેલી ટ્રકમાં ઈકો કાર ઘૂસી જતા અકસ્માત
- અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં 3ના મોત, 5 ઇજાગ્રસ્ત
- નડિયાદના મહોળેલ ગામે રહેતા રાજસ્થાની પરિવારને નડ્યો અકસ્માત
ખેડા : અમદાવાદ વડોદરા એકસ્પ્રેસ હાઈવે પર ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે 5 લોકોને ઇજા પહોંચી હતી. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેની સાઈડમાં ઉભી રાખેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ આવી રહેલી ઇકો કાર ધડાકાભેર ટ્રકમાં અથડાઈ હતી.
![road accident in nadiad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12225454_final123.jpeg)
નડીયાદના મહોળેલ ગામે રહેતા રાજસ્થાની પરિવારને નડ્યો અકસ્માત
નડીયાદ તાલુકના મહોળેલ ગામે રહેતો મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના તખતગઢ ગામનો પરિવાર ઇકો કારમાં રાજસ્થાનથી પરત ફરી રહ્યો હતો. આ પરિવાર બાળકની બાધા કરવા માટે રાજસ્થાન ગયો હતા. જ્યાંથી મંગળવારના રોજ તેમને પરત ફરી રહ્યાં હતાં. જે દરમિયાન રાજસ્થાની પરિવારને અકસ્માત નડ્યો હતો.
![road accident in nadiad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12225454_final12.jpeg)
ઘટના સ્થળે ત્રણ લોકોના મોત, મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું
ભયંકર રીતે કાર ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર બે બાળકી અને મહિલાના ઘટના સ્થળે જ મોત થયા હતા.અકસ્માતમાં મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું હતુ.
![road accident in nadiad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12225454_final1.jpeg)
અકસ્માતમાં મૃતકોની યાદી
- ટીસાબેન હરીશ સોની ઉમર વર્ષ - 41 વર્ષ
- જીકીશા હરીશ સોની ઉમર વર્ષ - 15 વર્ષ
- નયનાબેન નારાયણ સોની ઉમર વર્ષ - 17 વર્ષ
ઈજાગ્રસ્તોને સારવાર માટે નડિયાદ ખસેડાયા
અકસ્માતની ઘટનાની જાણ થતાં એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં એક વૃદ્ધા, એક પુરુષ અને ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો -