ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરના 251માં પાટોત્સવની ભાવપૂર્ણ ઉજવણી (251 Dakor Patotsav Celebration ) કરવામાં આવી હતી. જે પ્રસંગે ભગવાન શ્રી રણછોડરાયજીને મંગળા આરતી બાદ પંચામૃત સ્નાન, વિશેષ શણગાર સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. આ દિવ્ય પ્રસંગે મંદિરમાં બિરાજેલા રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનને મંગળા આરતી બાદ પંચામૃત સ્નાન સહિત વિવિધ ધાર્મિક (Dakor Ranchhodrayji Mandir 251 Patotsav ) કાર્યક્રમો યોજાયા જેની માહિતી ડાકોર મંદિરના મેનેજર અરવિંદભાઈ મહેતાએ આપી હતી.
આ પણ વાંચોઃ Happy New Year: ડાકોરમાં રણછોડરાયજીનાં મંદિરમાં અન્નકૂટનો ભોગ ભક્તો દ્વારા લૂંટવામાં આવ્યો...
રાજાધિરાજને વિશેષ શણગાર કરી મહાભોગ આરતી કરાઈ
પાટોત્સવ નિમિત્તે મંદિરમાં મંગળા આરતી થયા બાદ ભગવાનને સુવર્ણથી મઢેલા શંખ વડે પંચામૃતથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી રણછોડજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.અબીલ ગુલાલની રમઝટ સાથે ભગવાન રાજા રણછોડરાયજીની શણગાર આરતી કરવામાં આવી હતી. બપોરે મહાભોગની આરતી (કપૂર આરતી) ઉતારવામાં આવી હતી. આ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં વૈષ્ણવો તથા શ્રધ્ધાળુઓ ડાકોરમાં ઉમટી પડ્યા હતાં. દિવસ દરમ્યાન ભકતોના અવિરત પ્રવાહ (Dakor Ranchhodrayji Mandir 251 Patotsav ) સાથે મંદિર જય રણછોડના નાદથી ગુંજતું (251 Dakor Patotsav Celebration )દેખાયું હતું.
આ પણ વાંચોઃ Dakor Vasant Panchami celebration : વસંત પંચમીએ રંગછોળોમાં રંગાયા ઠાકોરજી
ઠાકોરજી મંદિરનો 251માં વર્ષમાં મંગળ પ્રવેશ
ડાકોરના ભક્તરાજ બોડાણા સાથે ભગવાન દ્વારકાધીશ દ્વારકાથી કારતકી પૂર્ણિમા સંવત 1212માં ડાકોર આવ્યા હતાં. ભગવાન બોડાણાના ઘરે પધરામણી (251 Dakor Patotsav Celebration ) કરી હતી. ત્યાર બાદ અંદાજે 1500ની સાલમાં લક્ષ્મીજીના મંદિરે ભગવાનની સ્થાપના કરાઈ હતી. ત્યાર બાદ વૈષ્ણવ ભકત ગોપાલરાવ તાંબવેકર દ્વારા શિખરબદ્ધ મંદિરનું નિર્માણ થયા બાદ આ નવનિર્મિત મંદિરમાં લક્ષ્મીજી મંદિરના સ્થાનેથી ભગવાન રણછોડરાયની પ્રતિષ્ઠા મહા વદ પાંચમ સંવત 1828 (ઇ.સ.1772)ના રોજ કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠા થયે 250 વર્ષ પૂર્ણ થઇને 251માં (Dakor Ranchhodrayji Mandir 251 Patotsav ) વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે.