ખેડાઃ જિલ્લાના નડિયાદમાં જિલ્લા તાલુકા પંચાયતોમાં ICDSમાં આધાર કર્ડ ઓપરેટર તરીકે નિમણુંક આપવા રૂદ્ર ઓટોમેશન પ્રા.લી.એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેમાં આ ફરીયાદીએ આધાર ઓપરેટર તરીકે નિમણુક મેળવવા રૂદ્ર ઓટોમેશન પ્રા.લી.એજન્સીમાં અરજી કરી હતી. જેના આધારે ફરીયાદીને ઠાસરા તાલુકા પંચાયત ખાતે ICDSમાં આધાર ઓપરેટર તરીકે નિમણુંક આપેલી અને આ નિમણુંક આપવા બદલ રુદ્ર ઓટોમેશનના બિઝનેસ એનાલિસ્ટ કશ્યપ પટેલ દ્વારા ડીસ્ટ્રીકટ આધાર કન્સલ્ટન્ટ મિહિર પટેલ મારફતે રૂપિયા 15,000ની લાંચની માંગણી કરી હતી.
ફરીયાદી આ લાંચ પેટેના નાંણા આપવા માંગતા ના હોય તેથી આણંદ ACB પોલિસ સ્ટેસન ખાતે આવી ફરીયાદ આપતા પોલીસ દ્વારા લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આરોપી કશ્યપ પટેલે લાંચના નાણં રૂપિયા 15,000 મુકેશ પ્રજાપતિ નામના ઈસમને આપી દેવા કહ્યું હતું. જેમાં કશ્યપ પટેલના કહેવાથી મુકેશ પ્રજાપતિએ લાંચના નાણાં સ્વીકારતા ઝડપાઇ ગયો હતા. જ્યારે વચેટીયો મિહિર પટેલની તપાસ કરતા મળી આવ્યો નહોતો. આણંદ એસીબી દ્વારા ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.