- ખેડામાં સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ
- આજે મંગળવારે વધુ 191 કેસ નોંધાયા
- જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6995 પોઝિટિવ કેસ
ખેડાઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના વધુ 191 કેસ નોંધાયા છે. જેમાં નડિયાદમાં 100, મહુધામાં 47, વસોમાં 21, માતરમાં 15, કઠલાલમાં 4, કપડવંજમાં 2 અને ખેડામાં 2 મળી કુલ 191 કેસ નોધાયા છે.
હાલ કુલ 1094 દર્દીઓ સારવાર હેઠળ
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6995 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 5876 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલ કુલ 1094 દર્દીઓ સારવાર હેઠળ વિવિધ હોસ્પિટલોમાં દાખલ છે.
આ પણ વાંચોઃ ખેડાના કપડવંજમાં સ્વૈચ્છિક લોકડાઉન 7 દિવસ લંબાવાયું
જિલ્લામાં વિવિધ નિયંત્રણો લાગુ કરાયા
સતત વધી રહેલા સંક્રમણને લઈને તંત્ર દ્વારા જિલ્લામાં વિવિધ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યાં છે. નડીયાદ શહેરમાં અવશ્યક વસ્તુ સિવાયની દુકાનો બંધ રાખવામાં આવી છે. તેમજ રાત્રિ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે.