ઠાસરા તાલુકામાં ડાકોર પાસે ઢુણાદરામાં બે કોમ વચ્ચે પથ્થમારો થયો હતો. વરઘોડામાં ફટાકડાં ન ફોડવા દેવા જેવી નાની વાતમાં બે કોમ વચ્ચે અથડામણ થઇ હતી. જેને થાળે પાડવા ઠાસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
આ ઘટનામાં 10 લોકોને ઇજા પહોંચી છે. એમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વધુ તપાસ અર્થે ડાકોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.