ETV Bharat / state

World Sleep Day 2023 : ઊંઘનું મહત્વ સમજવા વિશ્વ ઊંઘ દિવસની ઉજવણી, જાણો કેટલી ઊંઘ છે જરુરી

આજે સમગ્ર વિશ્વ ઊંઘ દિવસ મનાવી રહ્યું છે. દર વર્ષે માર્ચ મહિનાના બીજા શુક્રવારે ઊંઘ દિવસ મનાવવાની શરૂઆત શરૂ થઈ છે. ઊંઘ પ્રત્યેક સજીવ માટે કેટલી જરૂરી છે તેનું મહત્વ ઉજાગર કરે છે. ઊંઘ માનવી પશુ પક્ષી અને વનસ્પતિઓ માટે પણ ખૂબ જ આવશ્યક માનવામાં આવે છે. ઓછી કે અપૂરતી ઊંઘ જાણે કે અજાણે અનેક પ્રકારની માનસિક યાતનાઓ પણ લાવતી હોય છે. ત્યારે આજે જાણીએ ઊંઘનુ કેટલું છે મહત્વ.

દર વર્ષે માર્ચ મહિનાના બીજા શુક્રવારે ઊંઘ દિવસ મનાવવાની શરૂઆત

author img

By

Published : Mar 10, 2023, 9:46 AM IST

દર વર્ષે માર્ચ મહિનાના બીજા શુક્રવારે ઊંઘ દિવસ મનાવવાની શરૂઆત

જૂનાગઢ: વર્લ્ડ એસોસિએશન ઓફ સ્લીપ મેડિસિન દ્વારા માર્ચ મહિનાના બીજા શુક્રવારે સમગ્ર વિશ્વના લોકો ઊંઘ દિવસની ઉજવણી કરે છે. ઊંઘ કોઈ પણ વ્યક્તિની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે આવશ્યક છે. તેને ધ્યાને રાખીને વર્લ્ડ એસોસિએશન ઓફ સ્લીપ મેડિસિન દ્વારા માર્ચ મહિનાના બીજા શુક્રવારે ઊંઘ દિવસની ઉજવણી કરવાની વિશેષ પરંપરા શરૂ કરાઈ છે. સામાન્ય રીતે એક અંદાજ મુજબ સમગ્ર વિશ્વના 45 ટકાની આસપાસ જન સમુદાય અપૂરતી ઊંઘ અને અનિદ્રાની કાયમી સમસ્યારૂપી બીમારીથી પીડાતો જોવા મળે છે. જે આંકડો સતત વધી રહ્યો છે. જે આવનારા સમયમાં ખૂબ ચિંતાનો વિષય બની શકે છે.

પ્રત્યેક સજીવ માટે ઊંઘ છે મહત્વનું પરિબળ: પૃથ્વી પર વસતા પ્રત્યેક સજીવો માટે ઊંઘ ખૂબ જ મહત્વનું પરિબળ માનવામાં આવે છે. મનુષ્યથી લઈને પશુ પક્ષી અને વનસ્પતિઓ માટે પૂરતી ઊંઘ આવશ્યક છે. જો તેમાં કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો થાય તો તેની વિપરીત અસર મનુષ્ય પશુ-પક્ષી કે વનસ્પતિની તંદુરસ્તી કે આયુષ્ય પર પડતી જોવા મળે છે. જેને લઇને પ્રત્યેક જીવોની તંદુરસ્તી જળવાઈ રહે તે માટેની જાગૃતિ જન માનસ સુધી પહોંચે તે માટે માર્ચ મહિનાના બીજા શુક્રવારે વિશ્વ ઊંઘ દિવસ મનાવવામાં આવે છે.

ઊંઘનો ભોગ: વર્તમાન સમયમાં પ્રત્યેક વ્યક્તિ આર્થિક સધ્ધર અને સાધન સંપન્ન થવા માટે આંધળી દોટ લગાવતો જોવા મળે છે. જે ઊંઘ જેવા ખૂબ જ મહત્વના પરિબળનો ભોગ આપીને મહિલા કે પુરુષ સામાજિક અને આર્થિક રીતે સધ્ધર અને સમૃદ્ધ થવા મથામણ કરી રહ્યો છે. પરંતુ તેની આ મથામણ તંદુરસ્તી અને આયુષ્ય માટે ખૂબ જ મહત્વની ગણાતી ઊંઘના ભોગે કરી રહ્યો છે. સરવાળે સામાજિક અને આર્થિક સમૃદ્ધિ ઓછી ઊંઘ લેવાને કારણે આરોગ્યરૂપી સંપત્તિને નુકસાન કરી રહી છે. આધુનિક તબીબી વિજ્ઞાન પણ ઊંઘને તમામ પ્રકારના દર્દ નિવારક તરીકે ઉત્તમ માને છે. પરંતુ આધુનિક સમયમાં સૌથી મહત્વની ઊંઘને લોકો તરછોડીને આર્થિક સમૃદ્ધિ મેળવવા તરફ પાગલ બની રહ્યા છે જે તંદુરસ્તીને ખુબ મોટું નુકસાન કરે છે.

આ પણ વાંચો: Gold Silver price : સોના ચાંદીના ભાવમાં આશિંક વધારો

તબીબોનો અભિપ્રાય: ઊંઘ કેટલી મહત્વની છે અને પ્રત્યેક પશુ પક્ષી પ્રાણી કે મનુષ્ય માટે કેટલી મહત્વની છે તેને લઈને જૂનાગઢના તબીબ મનોજ વાસન જણાવે છે કે વનસ્પતિ પશુ-પક્ષી અને માનવીઓ દિવસના ચોક્કસ નિર્ધારિત કરેલા સમયે ઊંઘ લેવાનું ચુકતા નથી. દિવસ દરમિયાન કરેલી ભાગદોડને કારણે શરીરનો થાક ઉતારવા માટે ઊંઘ મહત્વની છે. સાથે સાથે મગજને આરામ આપવાની સાથે શરીરમાં વૃધ્ધ કે મૃત થઈ ગયેલા કોષોની જગ્યા પર નવા કોષો લઈ શકે તે માટે પણ ઊંઘ જરૂરી છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિને જાળવવા માટે પણ ઊંઘ એટલી જ મહત્વની છે. તબીબી વિજ્ઞાન 24 કલાક દરમિયાન આઠ કલાકની ઊંઘને આવશ્યક માને છે. પરંતુ ઊંઘના સમયગાળા કરતા પણ વધુ મહત્વની ઊંઘની ગુણવત્તાને માનવામાં આવે છે. ચાર કલાક જેટલી ગાઢ ઊંઘ એક વયસ્ક વ્યક્તિ માટે પૂરતી માનવામાં આવે છે.

ઊંઘના સમયમાં બદલાવ સમસ્યાને નિમંત્રણ: તબીબી વિજ્ઞાન ઊંઘના ચોક્કસ અને નિર્ધારિત સમયગાળાને પણ ખૂબ જ મહત્વનું માને છે. સતત બદલાતા રહેતા સમયે ઊંઘ લેનાર વ્યક્તિનું આરોગ્ય ધીમે ધીમે ખરાબ થઈ શકે છે. ઊંઘને આરોગ્ય સાથે સીધો સંબંધ જોવા મળે છે. ઊંઘથી શરીરને નવી શક્તિ અને સ્ફૂર્તિ મળે છે. તો સાથે સાથે શરીરની દેહધાર્મિક અને ચયાપચયની ક્રિયાઓ પણ ખૂબ જ નિયંત્રિત થાય છે. પરંતુ જો ઊંઘના સમયગાળામાં સતત બદલાવ થાય તો તેની વિપરીત અસરો કોઈ પણ વ્યક્તિ પશુ પક્ષી કે વનસ્પતિની તંદુરસ્તી અને આરોગ્ય પર પણ પડી શકે છે.

આ પણ વાંચો: Vegetables Pulses Price : સામાન્ય શાકભાજી કઠોળના ભાવમાં ફેરફાર
માનસિક આરોગ્ય માટે ખતરો: કોઈ પણ સજીવ માટે ઓછી ઊંઘ માનસિક આરોગ્ય માટે પણ ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે. ઓછી ઊંઘ લેવાને કારણે માણસનો સ્વભાવ ચીડિયો બની જતો હોય છે. કેટલાક કિસ્સામાં ઓછી ઊંઘ લેનાર વ્યક્તિ માનસિક તાણ કે બેચેની જેવી બીમારીમાં સપડાતો જતો હોય છે. જેને કારણે શરીરના આંતરિક અને મહત્વ પુર્ણ અંગોને પણ નુકસાન થતું હોય છે. તબીબી વિજ્ઞાન પણ આહાર, નિંદ્રા, ભય અને મૈથુનને પ્રત્યેક સજીવની પ્રાકૃતિક જરૂરિયાતની શ્રેણીમાં રાખે છે, જે પૈકી ઓછી ઊંઘ સજીવની પ્રાકૃતિક જરૂરિયાતના ચક્રને વેરવિખેર કરે છે. જેની પ્રતિકૂળ અસર પહેલા વ્યક્તિની તંદુરસ્તી અને ત્યારબાદ આયુષ્ય પર પડતી જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.