ETV Bharat / state

world radio day 2023 : અત્ર તત્ર સર્વત્રથી સરળ ભાષામાં મનોરંજન પિરસતા રેડીયોનો આજે પણ અનોખો અંદાજ - વિશ્વ રેડિયો દિવસ અવતરણ

આજે સમગ્ર વિશ્વમાં રેડીયો દિવસની ઉજવણી કરાઈ રહી છે. સતત પ્રત્યાયનના વિસ્ફોટની વચ્ચે આજે રેડીયો તેનો દબદબો જાળવી રાખવા માટે સફળ રહ્યો છે. શિક્ષણ માહિતી કે મનોરંજનના પ્રબળ અને સશક્ત માધ્યમ તરીકે આજે ટેકનોલોજીના આધુનિક યુગમાં પણ રેડિયો પોતાની જગ્યા બનાવવામાં કાયમ રહેવામાં સફળ રહ્યો છે.

World Radio Day : અત્ર તત્ર સર્વત્રથી સરળ ભાષામાં મનોરંજન પિરસતા રેડીયોનો આજે પણ અનોખો અંદાજ

author img

By

Published : Feb 13, 2023, 8:35 AM IST

Updated : Feb 13, 2023, 8:57 AM IST

પ્રત્યાયનના વિસ્ફોટની વચ્ચે આજે પણ જોવા મળે છે રેડિયોનો દબદબો

જૂનાગઢ : સમગ્ર વિશ્વમાં આજે રેડીયો દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. યુનેસ્કો દ્વારા ત્રણ નવેમ્બર 2011ના દિવસે આયોજિત થયેલી કોન્ફરન્સમાં રેડીયોને પ્રત્યાયનનું પ્રબળ અને મજબૂત માધ્યમ ગણીને દર વર્ષની 13મી ફેબ્રુઆરીના દિવસે વિશ્વ રેડીયો દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું, ત્યારે 13 ફેબ્રુઆરી 2012થી સમગ્ર વિશ્વમાં રેડીયો દિવસની ઉજવણી કરવાની પરંપરા શરૂ થઈ છે. માર્કોની દ્વારા રેડીયોની સૌપ્રથમ વખત શોધ કરવામાં આવી હતી, ત્યારે આજે પણ પ્રત્યાયનના વિસ્ફોટની વચ્ચે વર્ષો બાદ રેડીયો વિશ્વનું સૌથી પ્રબળ પ્રત્યાયનનું માધ્યમ બની રહ્યું છે.

વિશ્વમાં રેડીયો દિવસની ઉજવણી
વિશ્વમાં રેડીયો દિવસની ઉજવણી

યુનેસ્કો દ્વારા રેડીયોમાં સમાચાર આપવાની પ્રથા : વર્ષ 1946માં યુનેસ્કો દ્વારા પ્રથમ વખત રેડીયો મારફતે સમાચાર અને અન્ય ઉપયોગી જાણકારી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાંથી રેડીયો જનજનના સમૂહ માધ્યમનું કેન્દ્ર બની ગયો હતો. રેડીયોને અભિવ્યક્તિ અને આઝાદીનું પ્રબળ અને સબળ માધ્યમ આજે પણ માધ્યમોના આધુનિકરણ અને અતિક્રમણની વચ્ચે માનવામાં આવે છે. રેડિયોના માધ્યમથી લોકોને શિક્ષણ આપવાની સાથે માહિતીનું આદાન-પ્રદાન વિવિધ પ્રાંત અને દેશોની સંસ્કૃતિઓમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવું તે પણ વિશ્વ રેડિયો દિવસની ઉજવણીની ઉપલબ્ધતા માની શકાય. વર્ષ 2012માં 13મી ફેબ્રુઆરીના દિવસે વિશ્વ રેડીયો દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી. જેનો શ્રેય ઈટલીના સંશોધનકાર ગુગલીએલમો માર્કોનીને વિશ્વના પ્રથમ રેડીયોની શોધ કરવા બદલ આપવામાં આવે છે.

આજે પણ સમગ્ર વિશ્વમાં રેડિયો પ્રચલિત : આધુનિક ટેકનોલોજીના સમયમાં રેડીયો આજે પણ સંદેશા વ્યવહારની આવશ્યકતાને પુરવાર કરી રહ્યો છે. વર્ષ 1895માં ઈટલી એ પોતાનું પ્રથમ રેડીયો સિગ્નલ મોકલ્યું અને તેને પરત પ્રાપ્ત પણ કર્યું હતું. વર્ષ 1899માં સુધીમાં ઇંગલિશ ચેનલ પર પ્રથમ વખત રેડીયોના વાયરલેસ સિગ્નલ મોકલવામાં સફળતા મળી હતી. ત્યારબાદ 13મી ફેબ્રુઆરી 1943ના દિવસથી યુનેસ્કો દ્વારા રેડીયો પર સમાચાર અને અન્ય ઉપયોગી માહિતી આપવાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારથી દર વર્ષે 13મી ફેબ્રુઆરીના દિવસે વિશ્વ રેડીયો દિવસની ઉજવણી કરવાની પરંપરા શરૂ થઈ જે આજે પણ જોવા મળે છે.

આ પણ વાંચો : World Radio Day : 'આકાશવાણી' કે જ્યાં 50 વર્ષથી ચાલે છે માઁ ભારતીના સૈનિકો માટે કાર્યક્રમ 'જય ભારતી'

આધુનિક સમયમાં રેડીયોનું આધુનિક સંસ્કરણ : ટેકનોલોજીના આધુનિક સમયમાં માધ્યમોમાં થયેલા અનેક સંશોધનોને કારણે રેડીયોમાં પણ વર્તમાન યુગમાં નવા સંસ્કરણો જોવા મળે છે. ટ્રાન્ઝિસ્ટર રેડીયોથી લઈને આજે મોબાઈલમાં એફએમ રેડીયો સતત વાગતા કે વગાડવામાં આવતા જોવા મળી રહ્યા છે. સેટેલાઇટ રેડીયો સામુદાયિક રેડીયો બેન્ડ રેડીયો એફએમ રેડીયો આજે આપણી સામે અવાજના રૂપમાં મનોરંજનની સાથે શિક્ષણ અને માહિતી આપતું સરળ સુલભ અને શ્રાવ્ય માધ્યમ બની ગયું છે. કુદરતી આફત કે સંકટના સમયે રેડિયોની સેવા આજે પણ વર્ષો પૂર્વે જેટલી મહત્વની અને પ્રસ્તુત માનવામાં આવે છે.

આ પણ વાંચો : રેડિયો જોકી અદિતિ રાવલ વિરુદ્ધ, સિંહ પ્રેમીઓમાં ભારે રોષ

આઝાદી પૂર્વે ભારતમાં રેડીયો : ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવે તે પૂર્વે જ વર્ષ 1936માં પ્રથમ વખત ઓલ ઇન્ડિયા રેડીયોની શરૂઆત કરવામાં આવી હતી. જેતે સમયે તે વિશ્વનું સૌથી મોટું બીજા નંબરનું રેડિયો નેટવર્ક માનવામાં આવતું હતું. રેડીયોની અગત્યતા અને ઉપયોગીતાનું વર્ણન રેડિયોના ચાહક ડોકટર અને લેખક ઉર્વીશ વસાવડાએ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રેડીયો કુદરતી આફત સંકટના સમયે સમાચાર આપવાની સાથે મનોરંજન પૂરું પાડતું સૌથી સરળ માધ્યમ છે. રેડીયોમાં સમાચારની સાથે ગીત સંગીત ધાર્મિક અને આરોગ્ય લક્ષી કાર્યક્રમો આજે પણ મળી રહ્યા છે. તે વર્તમાન જગતમાં ઉપયોગી પણ બની રહ્યા છે.

Last Updated : Feb 13, 2023, 8:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.