- આજે સમગ્ર વિશ્વમાં કવિતા દિવસની ઉજવણી થઇ રહી છે
- યુનેસ્કો દ્વારા વર્ષ 1999થી 21મી માર્ચથી કવિતા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરાઈ
- સ્થાનિક ભાષા અને સાહિત્યકારોને પ્રોત્સાહન મળે તે માટે કરાઈ છે કવિતા દિવસની ઉજવણી
જૂનાગઢ: આજે સમગ્ર વિશ્વમાં કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે યુનેસ્કો દ્વારા વર્ષ 1999ની 21મી માર્ચથી કવિતા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આજદિન સુધી દર વર્ષની 21મી માર્ચે વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રોમન કવિની યાદમાં તેમજ સ્થાનિક સાહિત્યકારો અને ભાષાઓને યોગ્ય પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ સાથે યુનેસ્કો દ્વારા કવિતા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢમાં પણ કવિઓએ પોતાની રચનાઓનું પઠન કરીને વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરી હતી.
આજે સમગ્ર વિશ્વમાં કવિતા દિવસની ઉજવણી થઇ રહી છે
સ્થાનિક ભાષાઓ અને સાહિત્યકારોને પ્રોત્સાહન મળી રહે તેમજ ભાષા અને સાહિત્યકારો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે તેવા ઉમદા ઉદ્દેશ સાથે યુનેસ્કોએ વર્ષ 1999માં કવિતા દિવસ ઉજવવાની નક્કી કરવામાં આવતા દર વર્ષે 21મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં કવિતા દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી. રોમન કવિની યાદમાં કવિતા દિવસની ઉજવણી થઇ રહી છે. યુનેસ્કોએ સાહિત્ય અને સ્થાનિક ભાષાઓ અને લુપ્ત થતી અટકાવવા તેમજ પ્રત્યેક ભાષા અને તેમાં જોવા મળતાં સાહિત્યકારો પોતાની રચના થકી સમાજને નવો સંદેશો આપે તેવા આશય સાથે કવિતા દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું. આજે સમગ્ર વિશ્વ કવિતામય બનીને કવિતા દિવસની ઉજવણી કરી રહ્યું છે.
આ પણ વાંચો: આજે સમગ્ર વિશ્વમાં ઊંઘ દિવસની ઉજવણી
સૌરાષ્ટ્રને કવિના કોરિડોર તરીકે પણ ઓળખવામાં આવે છે
સૌરાષ્ટ્રને કવિના કોરિડોર તરીકે પણ સમગ્ર વિશ્વમાં માનવામાં આવે છે. નરસિંહ મહેતાથી લઈને કવિ કાગ, કવિ કલાપી, ઝવેરચંદ મેઘાણી, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા આ ખ્યાતનામ નામોની વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્ર આજે ગર્વ લઈ રહ્યું છે. તેમની હયાતી શબ્દોના રૂપમાં આજે પણ સમગ્ર વિશ્વના સાહિત્ય ફલક પર જોવા મળે છે. એમની જ પ્રેરણાથી સાહિત્યની સફર આજે વધુ આગળ વધી છે અને યુવાન કવિઓ પણ તેમનો આ વારસો જાળવી રાખવા માટે પોતાની જાતને ગૌરવવંતા માની રહ્યા છે.
સ્થાનિક ભાષા અને સાહિત્યકારોને પ્રોત્સાહન મળે તે માટે કરાઈ છે કવિતા દિવસની ઉજવણી
પ્રેમથી લઈને કટાક્ષ રસથી લઈને હેત તમામની અભિવ્યક્તિ કરવા માટે કવિતાનો એક શબ્દ શેર કે આખી કવિતા આજે પણ પૂરતી માનવામાં આવે છે. શબ્દો દ્વારા વ્યક્ત થતો પ્રેમ કે રસ કોઇ પણ માનસ પટલ પર ખૂબ જ ઊંડે સુધી તેની અસર છોડતા હોય છે. ત્યારે કવિતાની આ શક્તિ સામે યુનેસ્કોએ પણ નક્કી કર્યું કે, કવિતાનો પણ એક દિવસ હોવો જોઈએ અને તેની ખાસ પ્રકારની ઉજવણી પણ કરવામાં આવે. ત્યારે આજે 21મી માર્ચના દિવસે ભવનાથની ગીરી તળેટી અને ગિરનારના સાનિધ્યમાં ગુજરાતના ખ્યાતનામ અને નવ યુવાન કવિઓએ પોતાની રચના થકી કવિતાને ઉજળી બનાવી અને કવિતા દિવસની ઉજવણીમાં સાહિત્યનો નવો ઓજાસ પાથરવાનો વિનમ્ર પ્રયાસ પણ કર્યો.
આ પણ વાંચો: વિશ્વમાં વનદિવસની ઉજવણી, ઘટી રહેલા વન વિસ્તારનું પ્રમાણ મોટી ચિંતાનો વિષય